આ it કંપની હજારો લોકોનીે ટૂંક સમયમાં ભરતી શરૂ થશે


નવીદિલ્હી,તા.૪

દેશમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ૈં્‌) કંપનીઓની ભરતી અંગે છેલ્લા કેટલાક સમયથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા હતા. આમાંથી કેટલીક ભારતીય ૈં્‌ કંપનીઓ વિશે માહિતી મળી હતી કે તેમણે યુવાનો અને ફ્રેશર્સની ભરતી તો કરી લીધી હતી પરંતુ તેમને લાંબા સમય સુધી જાેડાવા દેવામાં આવ્યા ન હતા. જાેકે, હવે એક ૈં્‌ કંપની વિશે સમાચાર આવ્યા છે કે તે ભારતમાં મોટા પ્રમાણમાં ભરતી અભિયાન ચલાવવા જઈ રહી છે જેના પછી હજારો કર્મચારીઓને નોકરી આપવામાં આવશે.

ૈં્‌ કંપની હેક્સાવેર ટેકનોલોજીસ આ વર્ષે તેના વૈશ્વિક કર્મચારીઓની સંખ્યામાં ૬૦૦૦થી ૮૦૦૦ સુધીનો વધારો કરવા જઈ રહી છે. આમાંથી લગભગ ૪૦૦૦ કર્મચારીઓની ભરતી ભારતમાં કરવામાં આવશે. હેક્સાવેરે એક નિવેદનમાં જણાવ્યું કે કંપનીમાં હાલમાં લગભગ ૩૦,૦૦૦ કર્મચારીઓ કાર્યરત છે.હેક્સાવેરના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ટેલેન્ટ સપ્લાય ચેઇનના ગ્લોબલ હેડ રાજેશ બાલસુબ્રમણ્યમે કહ્યું, હેક્સાવેરના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ટેલેન્ટ સપ્લાય ચેઇનના ગ્લોબલ હેડ રાજેશ બાલસુબ્રમણ્યમે કહ્યું, અમે વૈશ્વિક સ્તરે ૬૦૦૦ ૮૦૦૦ કર્મચારીઓની નિયુક્તિ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. આમાંથી લગભગ ૪૦૦૦ કર્મચારીઓ ભારતમાંથી આવશે હેક્સાવેર ટેકનોલોજીસ ભારત, અમેરિકા, કેનેડા, મેક્સિકો, પોલેન્ડ અને બ્રિટનમાં સ્થિત તેના કેન્દ્રોમાં ભરતી માટે અભિયાન ચલાવશે. ભારતમાં હૈદરાબાદ, નોઈડા, કોઈમ્બતૂર, દેહરાદૂન અને બેંગલુરુ સહિત ઘણા સ્થળો માટે ભરતી કરવામાં આવશે.

નવી મુંબઈમાં હેક્સાવેરનું હેડક્વાર્ટર છે અને કંપનીના ૧૬ દેશોમાં ૪૫થી વધુ ઓફિસો છે. હેક્સાવેર પ્રતિભાશાળી વ્યાવસાયિકોની ભરતી માટે અમદાવાદ, ઇન્દોર, પુણે, મુંબઈ, ચેન્નઈ, દેહરાદૂન, કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં પણ ભરતી અભિયાન ચલાવવાની યોજના ધરાવે છે.

હેક્સાવેર ટેકનોલોજીસમાં ફ્રેશર્સ માટે પગાર પેકેજ જાેઈએ તો સરેરાશ ડેટા એન્ટ્રી ઓપરેટરને દર વર્ષે એક લાખ રૂપિયાથી લઈને સીનિયર મેનેજમેન્ટ ટ્રેની માટે વાર્ષિક ૧૭.૬ લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. (પગાર ડેટા સ્રોત એમ્બિશનબોક્સ)

હેક્સાવેર ટેકનોલોજીસમાં ફ્રેશર્સ માટે પગાર પેકેજ જાેઈએ તો સરેરાશ ડેટા એન્ટ્રી ઓપરેટરને દર વર્ષે એક લાખ રૂપિયાથી લઈને સીનિયર મેનેજમેન્ટ ટ્રેની માટે વાર્ષિક ૧૭.૬ લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. (પગાર ડેટા સ્રોત એમ્બિશનબોક્સ)

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution