આ છે મસાબાથી શનૈલ સુધી દુનિયાના ટ્રેન્ડી માસ્ક !

અત્યારે જ્યારે દેશ કોરોના વાઇરસથી લડી રહ્યો છે ત્યારે આપણી ફેશન ઇન્ડસ્ટ્રીએ વાઇરસ સામે લડવા કમર કસી લીધી છે. દુનિયાના ટોપ ડિઝાઇનર અને બેન્ડ્સે ફેસ માસ્કની અછત વર્તાવા પર માસ્ક ડિઝાઇન કર્યા અને દાન પણ કર્યા. જો તમને ડિઝાઇનર માસ્કનો શોખ છે તો ઓનલાઇન આ માસ્ક સસ્તા ભાવે ઉપલબ્ધ છે.

પ્રસિદ્ધ ભારતીય ડિઝાઇવર મસાબા ગુપ્તાની બ્રાન્ડ હાઉસ ઓફ મસાબાએ સ્વચ્છતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નોન સર્જીકલ માસ્ક દાન કર્યા છે. આ માસ્ક ફરી વાપરી શકાય છે. આ માસ્કને તમે ઑફિશીયલ વૅબ સાઇટથી ખરીદી શકો છે.  ઇટલીના લગ્ઝરી બ્રાન્ડ ફેંડી, સિલ્ક ફેસ માસ્ક લઇને આવ્યું છે. જેમાં તમે ફેંડીનો લોગો જોઇ શકો છો. આ માસ્ક બીજા બધા માસ્કથી અલગ છે.  

ભારતીય ડિઝાઇનર નિત્યા બજાજે પણ પીછે હઠ નથી કરી. નિત્યાએ પોતાના હાથે બનાવેલા માસ્ક દાન કર્યા છે. આ માસ્ક ચેરિટિ સિવાય સેલ માટે પણ ઉપલબ્ધ છે. લગ્ઝરી ફેશન બ્રાન્ડ શનૈલે ફ્રાન્સમાં ફેસ માસ્ક બનાવવાના શરૂ કરી દીધા છે. જ્યાં કોરોના વાઇરસ મહામારીને લઇને માસ્કની કમી થઇ ગઇ હતી ત્યાં શનૈલે માસ્ક બનાવવાની શરૂઆત કરી દીધી છે.  દિલ્હીના ડિઝાઇનર મનીષ ત્યારે ન્યૂઝમાં ટ્રેન્ડ કરી રહ્યાં હતા જ્યારે તે ફ્રીમાં બધાને માસ્ક વહેંચી રહ્યાં હતા. હવે તેમણે બનાવેલા માસ્ક ઓનલાઇન પણ ઉપલબ્ધ છે.  અમેરિકી ડિઝાઇનર વિર્ઝિલ એબ્લોહ નામનું ઇટાલિયન લેબલ પણ સફેદ અને કાળા રંગના ફેસ માસ્ક બનાવી રહ્યું છે.  

આ ડિઝાઇનર મુલાયમ અને આસાનીથી શ્વાસ લઇ શકાય તેવા માસ્ક બનાવી રહી છે. જે તમારા ચહેરા પર આરામથી ફિટ થઇ જાય છે અને શ્વાસ પણ નહી રૂંધાય.

તો તમને ગમતી બ્રાન્ડ જો આમાં સામેલ હોય તો ઉઠાવો ફોન અને કરી દો તમારું ફેવરિટ માસ્ક ઓર્ડર.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution