વડોદરા, તા.૧૬
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન નું વર્ષ ૨૦૨૪- ૨૫નું રૂા.૫૫૫૮.૮૬ કરોડનું બજેટ આજરોજ કોર્પોરેશનની સમગ્ર સભામાં ચર્ચા કરી મંજૂરી માટે સ્થાયી સમિતિના ચેરમેનએ મૂક્યું હતું. કોર્પોરેશનના આ બજેટમાં કોઈ કરબોજ નગરજનો પર લાદવામાં આવ્યો નથી. આ વાસ્તવિક બજેટ છે, અને કોઈ મોટા વાયદા કરાયા નથી. આવક વધે ,ખર્ચ ઘટે તેને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે .આ સાચા અર્થમાં આ વાસ્તવિક બજેટ છે તેમ સ્થાયી સમિતિના ચેરમેને કહ્યુ હતુ.
બજેટને ચર્ચા માટે રજૂ કરી સ્થાયી સમિતિના ચેરમેને કહ્યુ હતુ કે, બજેટમાં ટૂંકા અને લાંબા ગાળાના આયોજન સાથે વડોદરાને ગ્રીન સિટી અને સસ્ટેનેબલ સીટી બનાવવા આયોજન અને આ બજેટ કોર્પોરેશનના તંત્રમાં સુશાસન માટે જવાબદારી નક્કી કરાશે. શહેરમાં હાલની સ્થિતિએ ૨૫૦૦ કરોડના ચાલી રહેલા કામોમાં ઘણા પૂર્ણતાના આરે છે. તો કેટલાક પ્રગતિ હેઠળ છે, ઘણા કામો ટેન્ડર પ્રક્રિયામાં છે.
ઉપરાંત વડોદરા શહેરને નેટ ઝીરો સીટી બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. મકરપુરા સ્થિત લેન્ડફિલ સાઈડ ખાતે વેસ્ટનો નિકાલ કરવાની કામગીરી ૧૪ મહિનામાં પૂર્ણ થશે. શહેર ને હેરિટેજ સિટીનો દરજ્જાે મળે તે માટે પણ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે .નવા સ્વિમિંગ પૂલ, ડીસ્ટ્રીક લાઇબ્રેરી, નવા સ્મશાન ગૃહો નવી વોર્ડ ઓફિસો સાથે આર્ટ ગેલેરી બનાવવાનું પણ આયોજન હેઠળ છે. વડોદરા શહેરનું ગ્રીન ઓડિટ પણ કરવામાં આવશે.
બજેટમાં પાણી, ડ્રેનેજ, બ્રિજ, રોડ, ટ્રાન્સપોર્ટ, ફાયરબ્રિગેડ, વરસાદી પાણીનો નિકાલ જેવા પ્રાથમિક સુવિધાના ૭૪૮ કામો માટે ૧૬૮૯.૮૬ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. પાણીના નવા સ્ત્રોત વિકસાવવામાં આવશે. નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે. નવી ટાંકીઓ અને બુસ્ટિંગ સ્ટેશન ઉભી કરવામાં આવશે. શહેરમાં વરસાદી ગટરનું નેટવર્ક વધુ મજબૂત બનાવવામાં આવશે. હાલ ૮૦ ટકા વસ્તીને આ નેટવર્કમાં આવરી લેવામાં આવી છે. ૪૮ કરોડના ૧૭ કામો આયોજન હેઠળ છે .શહેરમાં રોડનું નેટવર્ક મજબૂત બનાવવામાં માટે વિવિધ ૪૪ કામો ચાલી રહ્યા છે. આવનાર વર્ષમાં ૨૬૫ કરોડના ૯૦ કામો તથા ૧૦ કરોડના ખર્ચે શહેરની એન્ટ્રીને નેશનલ હાઇવે સાથે જાેડવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રીંગરોડની સાથે ૭૫૭ કરોડના ખર્ચે નવા બીજના કામ કરાશે. પાંચ બ્રિજ માટે ૩૮૬ કરોડના ટેન્ડર મંજૂરી હેઠળ છે .આ ઉપરાંત બીજા ૧૫ બ્રિજ આયોજન હેઠળ છે. સેફટી અને સિક્યુરિટી માટે નવા રસ્તા ઉપર ૧૫ કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટ ઉભી કરવામાં આવશે. ૧૨ કરોડના ખર્ચે ૫૦ સ્થળે સીસીટીવી કેમેરા મૂકાશે.
કોર્પોરેશનના વિવિધ પ્લોટ ઉપર દબાણ થતાં રોકવા માટે ૧૦ કરોડના ખર્ચે ઓટોમેટિક લેન્ડ એક્રોચમેન્ટ પ્રિવેન્શન સિસ્ટમ મૂકવાનું આયોજન છે .લોક ભાગીદારીથી વિહિકલ ચાર્જિંગ વ્યવસ્થા ઉભી કરાશે. પીએમઇ બસ સેવા હેઠળ ૧૦૦ નંગ ઈ -બસ ચાલુ કરવા તથા શહેરની જુદી જુદી જગ્યાએ બસ ડેપો અને ઈ- બસ માટે ઈ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ હાથ પર લેવામાં આવનાર છે. ૨૩૩ કરોડ પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ખર્ચ કરાશે.વડોદરામાં વિકાસકામો માટે બોન્ડ અને લોનના ૫૦૦ કરોડ ઊભા કરવામાં આવશે. જ્યારે પાલિકાને ઈંધણ સસ્તુ પડે તે માટે પીપીપી ધોરણે પેટ્રોલ પંપ શરૂ કરવાનંુ આયોજન પણ કરવામાં આવ્યું છે.
બજેટ પર વિપક્ષે ગયા વર્ષની ૮૦ ટકા દરખાસ્તો ફરી મૂકી?
કોર્પોરેશનના બજેટ અંગેની સભામાં ચર્ચા દરમિયાન પૂર્વ મેયર અને ધારાસભ્યે વિરોધ પક્ષે ગત વર્ષે બજેટમાં મૂકેલી મોટાભાગની દરખાસ્તો ફરી એ જ ફોર્મેટમાં મૂકી હોવાની ટકોર કરતાં કોંગ્રેસના સભ્યે પણ બજેટમાં પાછલાં કેટલાંક વર્ષથી એના એ જ કામો મૂકવામાં આવે છે તેમ કહ્યું હતું. પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયાએ બજેટ પર ચર્ચા કરતાં કહ્યું હતું કે, આ વર્ષે ગત વર્ષ કરતાં ૭૦૦ કરોડનું વધુનું બજેટ છે. કોર્પોરેશનની આવક વધી છે, સાથે સરકારે પણ બજેટના અંદાજ કરતાં વધુ ગ્રાન્ટ આપી છે. આ આવકથી સારા કામો કરી શક્યા છે. બજેટમાં જમીન વેચાણ અને બોન્ડની આવક મૂકી છે. જાે તે ન આવે તો પણ ૧૩૦૦ કરોડના કામો કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, બજેટમાં કન્વેન્શન સેન્ટર, સાયન્સ સિટીની વાત કરી છે એ પણ બનાવવાના છે. તેમણે કોંગ્રેસ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ગયા વર્ષની મોટાભાગની ૮૦ ટકા દરખાસ્તો એ જ ફોર્મમાં ફરી મૂકી છે. જાે કે, કોંગ્રેસ પક્ષના નેતા અને કોંગ્રેસના સભ્યોએ ૧૬૦૦ કરોડના કામો એના એ જ કામો રિપોટ થતાં હોય તો પ્રજાહિત માટે મૂકેલી દરખાસ્ત કોમન હોય જ ને! કર-દરની તમામ દરખાસ્તો મૂકી છે. કેયુર રોકડિયાએ કેટલાક સૂચનો કરતાં બુલેટ ટ્રેનની કામગીરી માટે બ્રિજાે વારાફરતી બંધ કરી રહ્યા છે તે સમયે જરૂર હોય ત્યાં પાલિકાએ કાર્પેટિંગ સહિતની કામગીરી કરવી જાેઈએ.