આ રીતે ઘરે બનાવો વેજ હક્કા નૂડલ્સ

સામગ્રી :

400 ગ્રામ બાફેલી નૂડલ્સ.100 ગ્રામ કાપેલી ડુંગળી.80 ગ્રામ કાપેલાં ગાજર.80 ગ્રામ કાપેલું કોબીજ.80 ગ્રામ શિમલા મિર્ચ.50 ગ્રામ ફ્રેન્ચ બીન્સ, ડાયમંડ શેપમાં કાપેલું.20 ગ્રામ સ્પ્રિંગ ઓનિયન, કાપેલી.4 ટેબલ સ્પૂન રિફાઇન્ડ ઓઇલ.1 ટેબલ સ્પૂન સોયા સોસ.1 ટેબલ સ્પૂન વિનેગર.મીઠું સ્વાદ અનુસાર.મરચાં પાઉડર સ્વાદાનુસાર.

બનવાની રીત :

એક કઢાઈ કે પોટમાં બે લિટર પાણી નાખો. તેમાં થોડું મીઠું નાખો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમાં નૂડલ્સ નાખો. નૂડલ્સને પકવા દો. તેને ચોપસ્ટિક્સની મદદથી વચ્ચે વચ્ચે હલાવતા રહો, જેથી ચોંટી ન જાય.– નૂડલ્સ પકાઈ જાય તો તેને અલગ વાસણમાં મૂકી તેમાંથી ઠંડું પાણી કાઢી લો. તેમાંથી નૂડલ્સ કાઢી તેની પર હળવા હાથે થોડું તેલ છાંટો, જેથી તે ચોંટી જાય નહિ.– એક અન્ય કઢાઈ કે પેનમાં ઓઇલ ગરમ કરો, ત્યાર બાદ તેમાં બીન્સ, ગાજર અને કોબીજ નાખો.– હવે તેમાં નૂડલ્સ, મીઠું, સોયા સોસ અને મરચાંનો પાઉડર નાખો. ત્યાર બાદ આંચ વધારી તેને ટૉસ કરો.– ત્યાર બાદ શિમલા મિર્ચ અને વિનેગર નાખી, તેને ટોસ કરો.– સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરી નૂડલ્સને ચિલી વિનેગર, સોયા સોસ અને રેડ ચિલી સોસ સાથે સર્વ કરો.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution