લોકસત્તા ડેસ્ક
રોજ સાંજે શું બનાવવું? આ સવાલ દરેક સ્ત્રીને સતાવતો હોય જ છે. અથવા તો ઘણાના ઘરમાં સવારે ગરમ નાસ્તો કરવાની આદત હોય તો પણ રોજ શું બનાવવું તેનું કન્ફ્યુઝન થાય જ છે. આવામાં વઘારેલો રોટલો એક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઓપ્શન છે. આ સ્ટાઈલથી તમે રોટલો વઘારશો તો ઘરના બધા જ સભ્યો ખૂબ વખાણી વખાણીને ખાશે.
સામગ્રી
બાજરીના રોટલા- 4 નંગ
1 મોટો ગ્લાસ છાશ
15 કળી લસણની પેસ્ટ
2 લીલા મરચા ઝીણા સમારેલા
અડધી ચમચી રાઈઅડધી ચમચી,
જીરુ પા ચમચી,
હળદર પા ચમચી,
લાલ મરચુ
મીઠુ સ્વાદાનુસાર
પદ્ધતિ
-બાજરીના ઠંડા રોટલાને સહેજ ગરમ કરીને તેનો ઝીણો ભૂક્કો કરી દો. આ ભૂક્કામાં છાશ નાંખી તેને પલળવા દો. છાશ થોડી વધે તો રહેવા દો. તે પાછળથી રોટલામાં ઉમેરી શકાશે.
- એક કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે રાઈ તતડાવો. ત્યાર બાદ અડધી ચમચી જીરુ નાંખો. જીરુ સંતળાય એટલે તેમાં લસણની પેસ્ટ અને લીલા મરચા ઉમેરીને હલાવો. લસણ સંતળાય એટલે તેમાં હળદર, મરચુ વગેરે ઉમેરો.
- મસાલો સંતળાય પછી તેમાં છાશમાં પલાળેલો રોટલાનો ભૂક્કો નાંખો અને બરાબર હલાવો. છાશ બચી હોય તો હલાવ્યા બાદ ઉમેરી દો. પાછળથી સ્વાદાનુસાર નમક ઉમેરો.
-હવે થોડી વાર મિશ્રણને ઉકળવા દો. તમે ઈચ્છો તો તેમાં કોથમીર ઉમેરી શકો છો. વાનગીને ગરમાગરમ સર્વ કરો.