આ રીતે ઘરે બનાવો અડદના પાપડ!

સામગ્રી:

2, 1/2 કિલો અડદની છડેલી દાળ,100 ગ્રામ સફેદ મરી,100 ગ્રામ પાપડખાર,100 ગ્રામ મીઠું,હિંગ, તેલ (પ્રમાણસર)

બનાવવાની રીત:

પહેલા તો અડદની દાળ લેવી તેમાં સફેદ મરી નાંખી ઝીણો લોટ દળાવવો. પાપડખારને ફુલાવી પાણીમાં નાંખી, ઉકાળવું અને ઠંડું પડવા દેવું થવા.

ત્યારબાદ અડદના લોટમાં હિંગ નાંખી તૈયાર કરેલા પાણીથી ખૂબ કઠણ લોટ બાંધવો. બે કલાક રાખી મૂકવો. ત્યાર પછી તેને ખૂબ ખાંડી, તેલનો હાથ લઈ, તાળી, સુંવાળો બનાવવો.

તેના વીંટા બનાવવા અને દોરીતી એકસરખાં ગુલ્લાં કાપવાં. પછી થોડું તેલ ગુલ્લાને લગાડી દેવું જેથી સુકાય નહિં. કાંસાની તાળી ઉપર તેલ લગાડી, પાતળા પાપડ વણવા અને તડકામાં સૂકવવાં.

સાધારણ લીલા હોય ત્યારે દસ-પંદર પાપડની થપ્પી કરી તેના ઉપર વેલણ ફેરવી લેવું, જેથી પરાબર સરખા થઈ જાય.

સફેદ મરીને બદલે સફેદ મરચાં નાંખી શકાય. લીલા મરચાંને દોરીમાં પરોવી, ઊકળતા પાણીમાં ઝબકોળી કાઢી લેવાં. પછી સખત તાપમાં સૂકવવાં. તેથી સફેદ મરચાં થશે.

ત્યાર પછી તેને ઝીણા ખાંડી, પાપડના લોટમાં સફેદ મરીને બદલે નાંખી શકાશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution