મુંબઇ
પોતાની સુંદરતા અને ડાન્સથી દરેકના દિલની ધડકન નોરા ફતેહીએ આખરે જાહેર કર્યું કે તે કોની સાથે લગ્ન કરવા માંગે છે. નોરા જે વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે તે ખુદ કરોડો દિલોની ધડકન છે. તેની ઝલક મેળવવા માટે પેપરાજી તેની પાછળ દોડે છે, તે જ્યાં પણ જાય છે ત્યાં આખી લાઈમલાઇટ પોતાના નામે કરી લે છે. ત્યારે તમને પણ વિચાર આવતો હશે કે આ કોણ છે જેની સાથે નોરા લગ્ન કરવાનું ખી રહી છે.
તે છોકરો બીજો કોઈ નહીં પણ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન છે. હા, નોરાએ કહ્યું છે કે તે નાના નવાબ સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ નાના નવાબ તૈમૂર માત્ર 4 વર્ષના છે. નોરા તાજેતરમાં કરીના કપૂર ખાનના શો પર પહોંચી હતી જ્યાં તેણે બેબો સાથે ઘણી વાતો કરી હતી. આ દરમિયાન કરીનાએ નોરાના ડાન્સની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેનો પતિ અને બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન નોરાનો ડાન્સ પસંદ કરે છે. સૈફને નોરાના મુવ્સ ખુબ પસંદ છે.
કરીનાની વાત સાંભળ્યા પછી, નોરા શરમાઈ ગઈ અને હાસ્ય સાથે કહ્યું, "હું આશા રાખું છું કે તૈમૂર જલ્દી મોટો થઈ જશે, પછી આપણે મારા અને તેની સગાઈ અથવા લગ્ન વિશે વિચારી શકીએ." નોરાની વાત સાંભળીને કરીના કપૂર પણ હસી પડી અને જવાબ આપ્યો, 'સારું હજુ તો તે ફક્ત ચાર વર્ષનો છે. તેને મોટા થવામાં હજુ ઘણો સમય છે,ત્યારે કરીનાના જવાબ પર નોરાએ કહ્યું કે કોઈ વાંધો નહી, હું રાહ જોઇશ '.