રાજકોટ-
ગુજરાતની જનતા માટે વીરપુર જલારામ મંદિરનું અનેરું આકર્ષણ છે. ગુજરાતનાં જેટલા પણ સંતો મહાપુરૂષો થાય છે. તેમાંથી મોત ભાગના સંતો મહાપુરુષો સૌરાષ્ટ્રમાંથી જ થયા છે. જેમાં વિરપૂરના પૂજ્ય જલારામ બાપા તો વિશ્વ પ્રસિદ્ધ છે. જલારામ બાપાની હયાતીમાં પણ તેને ભૂખ્યાઓને ભોજન આપ્યું હતું. અને તેના સમયમાં અનક્ષત્ર ચાલુ કર્યું હતું. જે આજે પણ અવિરત તેના વંશજો દ્વારા ચાલુ છે. 200થી વધારે વર્ષથી ચાલતુ અન્નક્ષેત્ર ભક્તો અને મુલાકાતીઓને કોઈ પણ પ્રકારની દાન, ભેટ કે સોગાદ સ્વીકાર્ય વગર બે ટંકનું ભોજન પ્રસાદ આપવામાં આવે છે. સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ જલારામ બાપા મંદિર એટલે કે વીરપુર જલારામ મંદિરને ફરી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન વીરપુર જલારામ મંદિર 6 દિવસ બંધ રહેશે. વીરપુર ખાતે આવેલું જલારામ મંદિર અને અન્નક્ષેત્ર આજે 27 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર એમ 6 દિવસ સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને ભીડ એકઠી ન થાય તે હેતુથી મંદિર વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જલારામ મંદિરના ગાદીપતિએ ભકતોને ઘરે રહી પ્રાથર્ના કરવા અપીલ કરી છે.