રિલાયન્સના માર્કેટ કેપ કરતાં આ કંપનીને એક દિવસમાં વધારે ગુમાવ્યા રૂપિયા


આ વર્ષે દ્ગદૃૈઙ્ઘૈટ્ઠ કંપનીના નામે કેટલાક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયા છે. તે એક દિવસમાં સૌથી વધુ માર્કેટ કેપ ગુમાવનાર કંપની બની ગઈ છે. દ્ગદૃૈઙ્ઘૈટ્ઠના માર્કેટ કેપમાં એક મહિના કરતાં ઓછા સમયમાં એક ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો છે. હવે જેમને લાભ મળી ગયો છે એ ફાયદામાં રહ્યો છે પણ અહીં નુક્સાનનો આંક પણ મોટો છે. જાણો વધુ વિગત.

અમેરિકન છૈં ચિપ નિર્માતા દ્ગદૃૈઙ્ઘૈટ્ઠ માટે આ વર્ષ કંપની માટે અદભૂત રહ્યું છે. એક જ દિવસમાં સૌથી વધુ માર્કેટ કેપ હાંસલ કરવાનો કંપનીએ એક નવો રેકોર્ડ બનાવ્યો અને થોડા સમય માટે તે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની પણ બની ગઈ છે. આ તેજીની સાથે કંપનીના લગભગ ૨૫,૦૦૦ કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના શેરમાં ૨,૬૦૦ ટકાનો વધારો થયો છે. પરંતુ આ વર્ષે કંપનીના નામે કેટલાક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયા છે. તે એક દિવસમાં સૌથી વધુ માર્કેટ કેપ ગુમાવનાર કંપની પણ બની ગઈ છે. દ્ગદૃૈઙ્ઘૈટ્ઠના માર્કેટ કેપમાં એક મહિના કરતાં ઓછા સમયમાં એક ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો છે. હવે જેમને લાભ મળી ગયો છે એ ફાયદામાં રહ્યો છે પણ અહીં નુક્સાનનો આંક પણ મોટો છે., દ્ગદૃૈઙ્ઘૈટ્ઠના શેરમાં નવ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને તેની માર્કેટ કેપ ઇં૨૭૯ બિલિયન ઘટી હતી. વિશ્વની કોઈપણ કંપનીના માર્કેટ કેપમાં એક જ દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે. અગાઉ આ રેકોર્ડ ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના નામે હતો જેણે ૩ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ૨૫૨ બિલિયન ડોલર ગુમાવ્યા હતા. ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કુલ માર્કેટ કેપ ઇં૨૪૪ બિલિયન છે. દ્ગદૃૈઙ્ઘૈટ્ઠનું માર્કેટ કેપ એક મહિના કરતાં પણ ઓછા સમયમાં લગભગ એક ટ્રિલિયન ડૉલર જેટલું ઘટી ગયું છે.

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દ્ગદૃૈઙ્ઘૈટ્ઠને સમન્સ મોકલ્યું છે. સરકારે કંપની સામે તપાસનો વ્યાપ વિસ્તાર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે કંપની આવા ખરીદદારોને હેરાન કરી રહી છે જેઓ તેની ચિપ્સનો ઉપયોગ નથી કરી રહ્યા. જેના કારણે કંપનીના શેરમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો. કંપનીના શેરમાં ઘટાડાને કારણે સ્થાપક અને ઝ્રઈર્ં જેન્સન હુઆંગની નેટવર્થમાં પણ ઇં૧૦ બિલિયનનો ઘટાડો થયો છે. હુઆંગ ૯૩.૪ બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ૧૮માં સ્થાને આવી ગયા છે. આ વર્ષે તેની નેટવર્થ ઇં૪૯.૪ બિલિયન વધી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution