કોઈપણ સિઝન હોય પણ ઘણા લોકો સાથે જ્યારે તમે હાથ મિલાવો છો તો તેમના હાથ ઠંડા હોય છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારે હાથ ઠંડા થઈ જવાના ઘણા કારણ હોઈ શકે છે. ડો.રાજેશ અગ્રવાલ (એમડી મેડિસિન) જણાવી રહ્યા છે 5 કારણો.
ઓટોનોમીક ડીશઈન્ફેક્શનઃ આ એક એવી સમસ્યા છે, જેમાં વ્યક્તિને પરસેવો થાય છે. ખાવાનું ખાતા સમયે પણ પરસેવો થાય છે, તે લોકોના હાથ પણ ધ્રૂજવા લાગે છે અને હાથ ઠંડા થઈ જાય છે.
થાઈરોઈડની સમસ્યાઃ આવું મોટાભાગે મહિલાઓની સાથે થાય છે. થાઈરોઈડ (થાયરોક્ટોસિઓસિસ)ની ઊણપના કારણે હંમેશાં થાક લાગે છે, વજન વધે છે, પાચન શક્તિ નબળી થઈ જાય છે અને હાથ પગ ઠંડા રહે છે.
વધારે પડતો ડરઃ જો તમને કોઈપણ પ્રકારનો હૃદય રોગ અથવા ડર છે, તો તમારા હૃદય સુધી લોહીને પંપ કરવું સરળ નથી. લોહી યોગ્ય રીતે સર્ક્યુલેટ ન થવાને કારણે પણ હંમેશાં હાથ ઠંડા થઈ જાય છે.
લો બ્લડ પ્રેશરઃ થાક લાગે છે, કંઈ સમજાતું નથી અને હાથ ઠંડા થઈ જાય છે. શરીરની પ્રાથમિકતા છે કે જરૂરી અંગો સુધી લોહી પહોંચાડવું. આવી સ્થિતિમાં આંગળીઓ સુધી યોગ્ય રીતે લોહી નથી પહોંચી શકતું
તણાવઃ કામની સમસ્યા અને અનિયંત્રિત દિનચર્યાની વચ્ચે તણાવના કારણે શરીરમાં એડ્રેનેલિનની માત્રા વધી જાય છે. તેનાથી રુધિરવાહિનીઓ સાંકડી થઈ જાય છે. પરિણામે તમારા હાથ અને પગ ઠંડા થઈ જાય છે.