આ અભિનેતાએ માત્ર 10 દિવસનાં શૂટીંગ માટે લીધી અધધધ....ફી...જાણો આંકડો

મુંબઇ

બોલિવૂડનો જાણીતો એકટર કાર્તિક આર્યન હવે 'ધમાકા' નામની ફિલ્મમાં અગાઉ નહીં જોયો હોય તેવા નવા અવતારમાં જોવા મળશે. 'ધમાકા' નામની આ ફિલ્મનું ડિરેકશન રામ માધવાની કરી રહ્યા છે. એકટર કાર્તિક આર્યને ફિલ્મ 'ધમાકા'નું શૂટિંગ માત્ર ૧૦ દિવસમાં જ પૂરું કરી દીધું છે અને ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક પ્રકારે રેકોર્ડ પણ સજર્યો છે!

પણ, હવે ફિલ્મ 'ધમાકા'ના શૂટિંગ અને એકટર કાર્તિક આર્યન સાથે જોડાયેલી એક એવી વાત જાણવા મળી છે જે તમને ચોક્કસ ચોંકાવશે. એક ઓનલાઈન પોર્ટલના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ફિલ્મ 'ધમાકા' માટે કાર્તિક આર્યનને રૂપિયા ૨૦ કરોડ ચૂકવાયા છે. કાર્તિક આર્યને આ ફિલ્મનું શૂટિંગ માત્ર ૧૦ દિવસમાં પૂરું કર્યું છે જેનો મતલબ એવો થાય છે કે કાર્તિક આર્યનને આ ફિલ્મના શૂટિંગના એક દિવસ માટે રૂપિયા ૨ કરોડ મળ્યા છે! સામાન્યરીતે કોઈ એક ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં ઓછામાં ઓછા ૪૫ દિવસનો સમય લાગતો હોય છે જયારે આ ફિલ્મનું શૂટિંગ એકટર કાર્તિક આર્યને માત્ર ૧૦ દિવસમાં પૂરું કર્યું છે. 

મળતી વિગતો મુજબ કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ 'ધમાકા'નું શૂટિંગ મુંબઈમાં એક હોટેલમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એકટ્રેલ મૃણાલ ઠાકુર જોવા મળશે અને આ ફિલ્મનું ડિરેકશન રામ માધવાનીએ કર્યું છે. અહીં નોંધનીય છે કે ડિરેકટર રામ માધવાની અગાઉ ફિલ્મ 'નિરજા'નું ડિરેકશન કરી ચૂકયા છે. કાર્તિક આર્યન અન્ય જે ફિલ્મો પર કામ કરી રહ્યો છે તેમાં 'દાસ્તાના ૨' અને 'ભૂલ ભૂલૈયા ૨' વગેરે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution