લોકસત્તા ડેસ્ક
સ્કારલેટ જ્હોનસનના ત્રીજા લગ્ન ચર્ચામાં છે. કહેવાઈ રહ્યું છે કે સ્કારલેટે અમેરિકન કોમેડિયન કોલિન જોસ્ટ સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. 'બ્લેક વિડો' એક્ટ્રેસ સ્કારલેટ જ્હોનસને પોતાના આ લગ્નની કોઈ જાહેરાત કરી નથી. ચર્ચા છે કે સ્કારલેટ અને જોસ્ટે પાછલા અઠવાડિયા લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે બંને 2017થી જ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોસ્ટ મુજબ બંનેની પહેલી મુલાકાત 2006માં થઈ હતી.
Meals on Wheelsના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટથી સ્કારલેટના લગ્નની જાહેરાત કરાઈ છે. આ પોસ્ટમાં શિપની તસવીર દેખાઈ રહી છે, જેના પર લખ્યું છે- જસ્ટ મેરિડ. ફેન્સ આ કપલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2008માં સ્કારલેટ જ્હોનસને પોતાના પ્રેમી કેનેડાના રાયન રેનલ્ડ્ઝ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન માત્ર 3 વર્ષ જ ટકી શક્યા અને બંને વર્ષ 2011માં અલગ થઈ ગયા હતા. આ બાદ લર્ષ 2014માં સ્કારલેટની લાઈફમાં Romain Dauric આવ્યો અને આ લગ્ન પણ લગભગ 3 વર્ષ જ ટકી શક્યા અને વર્ષ 2017માં બંનેના ડિવોર્સ થઈ ગયા. આ લગ્નથી બંનેને Rose Dorothy Dauriac નામનું એક બાળક થયું હતું.
નોંધનીય છે કે સ્કારલેટ જ્હોનસન અવેન્જર્સ સીરિઝની ફિલ્મોમાં દર્શકોનું ભરપૂર મનોરંજન કરી ચૂકી છે. આ ઉપરાંત તેની આગામી ફિલ્મ 'બ્લેક વિડો' છે, જે પહેલા 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસની મહામારીને જોતા તેની રિલીઝ ડેટ ઘણીવાર આગળ વધારવામાં આવી અને હવે તેને મે 2021માં રિલીઝ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.