લોકસત્તા ડેસ્ક
ગરમીની સિઝન શરૂ થવાની સાથે જ સ્કીન પ્રોબ્લેમ્સ પણ શરૂ થઈ ચૂકી છે આ સિઝનમાં ખીલ, પિગ્મેન્ટેશન અને ડલ સ્કિન જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. અમુક એવા ઈન્ગ્રેડિયન્ટ્સ છે છે ગરમી ને આ સિઝનમાં પણ તમારી સ્કિનને રાહત આપવાની સાથે આ સમસ્યાથી મુક્તિ આપી શકે છે.
ગ્રીન ટી :
ગ્રીન ટીમાં મોજુદ એન્ટિઓક્સિડન્ટને કારણે આ ઈન્ગ્રેડિયન્સ ગરમીમાં યુઝ કરવાથી સ્કિનને ઘણો ફાયદો થઈ શકે છે. પિમ્પલથી લઈને રીંકલ સુધી સ્કિનને લગતી દરેક સમસ્યાઓમાં ગ્રીન ટી કારગર છે. દરરોજ બે કપ ગ્રીન ટીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તો એવા પ્રોડક્ટ છે જેમાં ગ્રીન ટી શામેલ છે તેને તેનો ઉપયોગ કરવાથી સ્કિનને સૂર્યના કિરણોથી સુરક્ષા મળે છે.
લિંબુ :
લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે અને સ્કિન પ્રોબ્લેમ્સ જેવી કે રિન્કલ્સ, અનઈવન સ્કિન ટોન્સ, પિમ્પલ્સ અને હાઇપરપિગ્મેન્ટેશન સામે લડવામાં સક્ષમ છે. લીંબુ સ્કિનની અંદર જઈને ગંદકીને બહાર કાઢવા માટે અકસીર છે. તે સ્કિનને બ્રાઈટ પણ કરે છે.
એલોવેરા :
એલોવેરા સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. તે સ્કિનને ઠંડી રાખવાની સાથે રાહત આપે છે. એલોવેરાને સ્કિન પર લગાવવાથી ગરમીથી થતાં રેશિસ, સ્કિન ઈરિટેશન અને ગરમી સાથે સંકળાયેલી અન્ય સ્કિન પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. ગરમીમાં સ્કીન જલ્દી ડિહાયડ્રેટ થઈ જાય છે, તેવામાં એલોવેરા સ્કિનને ટાઢક આપે છે.