અમદાવાદ-
આગામી જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે કોરોના મહામારીને ધ્યાને લઈ વીરપુરનું જલારામ મંદિર બંધ રાખવા સંચાલકોએ નિર્ણય લીધો છે. આગામી સાતમ-આઠમના તહેવારો 29મીથી ચાલુ થઈ રહ્યાં છે તહેવારો દરમિયાન લોકો હરવા-ફરવાના સ્થળોએ, ધાર્મિક સ્થાનોએ ઉમટી પડો હાલ સંક્રમણ ઓછુ થયું છે. પરંતુ કોરોના ગયો નથી ત્યારે તહેવારોમાં ફરી લોકોની ભીડ ન થાય અને સંક્રમણ ન વધે તેવા શુભ આશયથી વીરપુરનું જલારામ મંદિર તહેવારો દરમિયાન બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વીરપુરનું જલારામ ધામ આગામી તા.27 ઓગષ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આ દિવસો દરમિયાન શ્રધ્ધાળુઓ વીરપુર જલારામ બાપાના દર્શન કરી શકશે નહીં. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાઓ તો બંધ રહ્યાં છે ત્યારે ઘણા ધાર્મિક સ્થાનો પણ તહેવારો દરમિયાન બંધ રહેશે.