નોનવેજ ન  ખાતા વ્યક્તિ માટે વરદાન સમાન છે આ સુપરફૂડ્સ!

નોનવેજ ફૂડ એટલે કે મટન, ચિકન, એગ્સમાં સૌથી વધુ પ્રોટીન હોય છે એ વાત તો બધાં જાણે છે. પરંતુ જે લોકો નોનવેજ નથી ખાતાં તેમણે પોષક તત્વો માટે કયા ફૂડ઼્સ ખાવા તે મૂંઝવણ રહે છે. નોનવેજમાં પ્રોટીન સિવાય ફાયબર, કેલ્શિયમ અને આયર્ન પણ સારી માત્રામાં હોય છે. આ જ કારણથી ડોક્ટર બોડીમાં પોષક તત્વોની કમીને દૂર કરવા માટે ચિકન અને મટન ખાવાની સલાહ આપે છે. 

કોળાના બીજ :

કોળાના બીજમાં ચિકનની તુલનામાં સોયાબીનમાં અન્ય પોષક તત્વો પણ વધારે હોય છે. 1 કપ કોળાના બીજમાં લગભગ 18 ગ્રામ ફાયબર હોય છે. તેના સેવનથી કબજિયાતની સમસ્યા થતી નથી અને પેટ સાફ રહે છે.

સોયાબીન :

તમને જાણીને હેરાની થશે કે 1 કપ કાચાં ચિકનમાં 43.13 ગ્રામ પ્રોટીમ હોય છે જ્યારે 1 કપ સોયાબીનમાં 68 ગ્રામ પ્રોટીન હોય છે. આ સિવાય ચિકનની તુલનામાં સોયાબીનમાં અન્ય પોષક તત્વો પણ વધારે હોય છે.  

અળસીના બીજ :

જો તમે વેજિટેરિયન છો અને આયર્નની કમીથી પરેશાન છો તો આજથી જ રોજ ડાયટમાં 2 ચમચી અળસીના બીજ ખાવાનું શરૂ કરી દો. 1 કપ અળસીના બીજમાં 9.6 મિગ્રા આયર્ન હોય છે. જ્યારે 1 કપ મટનમાં માત્ર 1.6 મિગ્રા આયર્ન હોય છે.

ખસખસ :

મટનમાં ડાયટરી ફાયબર બિલ્કુલ નથી હોતું ત્યાં 1 કપ ખસખસમાં લગભર 19.5 ગ્રામ ડાયટરી ફાયબર હોય છે. ખસખસને ડાયટમાં સામેલ કરીને શરીરમાં ફાયબરની કમીને દૂર કરી શકાય છે.  


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution