મહિલાઓ ગૃહણી હોય કે પછી વર્કિંગ વુમન હોય તેમને ઘર અને ઓફિસ બંનેની જવાબદારી સંભાળવી પડે છે. મોટાભાગની મહિલાઓ ખાનપાન પર ધ્યાન આપતી નથી. જેના કારણે શરીર અનહેલ્ધી અને નબળું થતું જાય છે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી કરવી બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ખાસ કરીને એ મહિલાઓ માટે જે ઓફિસ અને ઘરના કામ બંને કરે છે. મહિલાઓએ હેલ્ધી રહેવા માટે ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને કેટલાક સુપરફૂડ્સ ડાયટમાં સામેલ કરવા જ જોઈએ.
પોષક તત્વોને ડાયટમાં કરો સામેલ:
મહિલાઓએ ડાયટ ચાર્ટમાં જરૂરી પોષક તત્વો જેમ કે વિટામિન, ઝિંક, પ્રોટીન, કેલ્શિયમ વગેરે અવશ્ય સામેલ કરવું જોઈએ. જેથી તે ફિટ રહી શકે છે. ફિટ અને હેલ્ધી રહેવા માટે પ્રોપર ડાયટ ચાર્ટ હોવું ખૂબ જ જરૂરી છે.
ફળોને ડાયટમાં કરો સામેલ:
ફળો ખાવા મહિલાઓ માટે બહુ જ જરૂરી છે. તેનાથી જરૂરી પોષક તત્વો મળી રહે છે. જેથી મોસમી ફળો, એપ્પલ, કેળા, પપૈયું, કિવી, સ્ટ્રોબેરી વગેરે ફળો મહિલાઓની ડાયટનો ભાગ હોવો જ જોઈએ. તમે સવારે નાસ્તાની સાથે અથવા બપોરે ભોજન કર્યા પહેલાં પણ ફળોનું સેવન કરી શકો છો.
નાસ્તામાં ખાઓ દૂધ અને ઈંડા:
સવારનો નાસ્તો સારો હોય તો તે આખા દિવસ માટે શરીરને એનર્જી આપે છે. સાથે જ બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. જેથી મહિલાઓએ ક્યારેય બ્રેકફાસ્ટ કરવાનું ભૂલવું નહીં. જેમાં સવારના નાસ્તામાં ઈંડા, દૂધ, દલિયા, બ્રાઉન બ્રેડ અને બટર, કોર્નફ્લેક્સ અને વેજિટેબલ સેન્ડવિજ વગેરે ખાવું. સાથે જ તમે ઈચ્છો તો એક કપ ચા પણ પી શકો છો.
લંચમાં ખાઓ બ્રોકલી, પાલક જેવા ગ્રીન વેજિટેબલ:
બ્રેકફાસ્ટ કર્યાના ઓછાંમાં ઓછાં 4-5 કલાક પછી લંચ કરવું. બપોરના જમવામાં સિઝનલ અથલા લીલાં શાકભાજી, દાળ, દહીં અને રોટલી ખાઈ શકો છો. આ સિવાય તમે બ્રોકલી, પાલક, મેથી, દૂધ, ઓછાં તેલમાં બનાવેલું પનીરનું શાક, એગ ભૂરજી પણ ખાઈ શકો છો. સલાડ પણ અવશ્ય ખાવું. જેમાં કાકડી, સિમલા મિર્ચ, કોબીજ, ગાજર, થોડો લીંબુનો રસ વગેરે સામેલ કરવું
રાતે ખાઓ ચિકન અથવા લીલાં શાકભાજી:
જો તમે માંસાહારી છો તો ડિનરમાં ચિકન અથવા ફિશ ખાઈ શકો છો. સપ્તાહમાં એક દિવસ રેડ મીટ પણ ખાઈ શકો છો. જો શાકાહારી હો તો લીલાં શાકભાજી, એક પ્લેટ બ્રાઉન રાઈસ અથવા દાળના ચીલાં પણ ખાઈ શકો છો. તેમાંથી ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહેશે. આ સિવાય તમે રાતે સલાડ અને સૂપ પણ લઈ શકો છો.
ડિનરની સાથે સલાડ ખાવાનું ભૂલવું નહીં:
તમારા ડિનરમાં સલાડ અવશ્ય સામેલ કરો. તેનાથી શરીરમાં એક્સ્ટ્રા ફેટ નહીં વધે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. આ સિવાય હમેશાં રાતનું ડિનર સૂવાના 2-3 કલાક પહેલાં જ ખાઈ લેવું.
આ વાતોનું રાખો ધ્યાન:
ડાયટ ચાર્ટ બનાવ્યા બાદ તેનું નિયમિત પાલન કરવું અને એકસાથે પેટ ભરીને ખાવાની જગ્યાએ દર 2 કલાકે થોડું-થોડું ખાઓ. જંક અને પ્રોસેસ્ડ ફૂ઼ડ્સ ખાવાનું અવોઈડ કરો. સાથે જ નિયમિત યોગ અને કસરત કરો. આ સિવાય તમે ઈચ્છો તો ડાયટ ચાર્ટ માટે કોઈ ડાયટિશિયનની સલાહ પણ લઈ શકો છો.