બર્ડ લવર્સ માટે બેસ્ટ છે ભારતની આ જગ્યાઓ

ઠંડી શરૂ થતા જ પર્યટકો નવી નવી જગ્યાઓ પર ફરવા નીકળી જાય છે. ઠંડીનું ખાસ આકર્ષણ હોય છે સ્નોફોલ. કેટલાક લોકો સ્નોફોલની મજા લેવા માટે હિલ સ્ટેશન જવાનો પ્લાન બનાવે છે. જો તમને ઠંડીથી પરેશાની હોય અને તમે હિલ સ્ટેશન જવા ન ઇચ્છતા હો તો આ સીઝનમાં તમારા માટે એક ખાસ ગિફ્ટ છે. આ સીઝનમાં સાઇબેરિયન પક્ષીઓ ભારત તરફ આવે છે. તેને જોવાનો આનંદ કંઇક અલગ જ હોય છે. ખાસ કરીને બર્ડલવર્સ માટે આનાથી સારી સીઝન બીજી એક પણ નથી. અહીં તમને એ પણ જણાવી દઇએ કે તમને સાઇબેરિયન બર્ડ્સ જોવાનો આનંદ ક્યાં ક્યાં મળી શકે છે.

સુંદરવન જંગલ, બંગાળ :

પશ્ચિમ બંગાળનું સુંદરવન આમ તો ઘણી પ્રકારના જીવ-જંતુઓનું ઘર છે. ઠંડીની સીઝનમાં દુર દેશના માઇગ્રેટરી બર્ડ પણ અહીં પહોંચે છે. સુંદરવન ભારતનુ સૌથી મોટુ ટાઇગર રિઝર્વ હોવાની સાથે સૌથી મોટુ નેશનલ પાર્ક પણ છે. વાઇલ્ડ લાઇફને એકદમ નજીકથી જોવાનો અનુભવ પણ વ્યક્તિને રોમાંચથી ભરી દે છે. ભરતપુર બર્ડ સેન્ચુરી, રાજસ્થાન :

રાજસ્થાનનું ભરતપુર બર્ડ્સ લવર્સ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. ઠંડીની સીઝનમાં તમને અહીં ઘણા પ્રકારના સાઇબેરિયન પક્ષી જોવા મળશે. અહીં દેશનું સૌથી પ્રસિધ્ધ અભ્યારણ્ય પણ છે. 29 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલુ આ અભ્યારણ્ય પક્ષી પ્રેમીઓ માટે કોઇ સ્વર્ગથી ઉતરતુ નથી. 

સંગમ, પ્રયાગરાજ :

પ્રયાગરાજમાં આમ તો લોકો સંગમમા સ્નાન માટે જાય છે. મકરસંક્રાતિથી શરુ થનાર મહામેળામાં હજારો શ્રધ્ધાળુઓ આવે છે. આ દરમિયાન માત્ર ખળ ખળ વહેતી નદી જ જોવા મળતી નથી, પરંતુ આકાશમાં સાઇબેરિયન પક્ષી પણ શાનથી ઉડતા જોવા મળે છે. 

ચિલિકા લેક, ઓડિશા :

ઓડિશામાં પુરી પાસે આવેલુ ચિલિયા લેક એશિયાનું સૌથી મોટુ સરોવર કહેવાય છે. આ સરોવરમાં આમ તો ખુબ ડોલફિન્સ જોવા મળે છે, પરંતુ ઠંડીની સીઝનમાં અહીંનો નજારો માઇગ્રેટરી બર્ડ્સના કારણે વધુ સુંદર બને છે.

કુમારકોમ, કેરળ :

કેરળનું કુમારકમ પોતાના સુંદર બેકવોટર્સ માટે જાણીતુ છે. જો તમે ઠંડીની સીઝનમાં અહીં જશો તો માઇગ્રેટરી બર્ડ્સની સુંદર ઉડાન જોવાનો પણ લહાવો મળશે. કુમારકોમમાં કેરળના સૌથી પ્રસિધ્ધ અભ્યારણ હોવાના કારણે પક્ષીઓ પ્રત્યે લગાવ હોય તેવા લોકો માટે આ એક આદર્શ સ્થાન છે. આ અભ્યારણ માઇગ્રેટરી બર્ડ્સની વિવિધતાનું ઘર છે. અહીં સાઇબેરિયાઇ ક્રેન ઘણીવાર જોવા મળે છે.

સંગમ, પ્રયાગરાજ :

પ્રયાગરાજમાં આમ તો લોકો સંગમમા સ્નાન માટે જાય છે. મકરસંક્રાતિથી શરુ થનાર મહામેળામાં હજારો શ્રધ્ધાળુઓ આવે છે. આ દરમિયાન માત્ર ખળ ખળ વહેતી નદી જ જોવા મળતી નથી, પરંતુ આકાશમાં સાઇબેરિયન પક્ષી પણ શાનથી ઉડતા જોવા મળે છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution