નાના બાળકો બોલીને તેમની પરેશાની જણાવી શકતા નથી. બાળકોના રડવા પાછળ ભૂખ, તરસ, પેટમાં દર્દ જેવી સમસ્યા હોઈ શકે છે. મોટાભાગે પેટમાં દર્દ હોવાને કારણે બાળકો વધુ રડતાં હોય છે. શિશુ બહુ જ નાજુક હોય છે. જેના કારણે તેમને પેટ સંબંધી સમસ્યા વધુ થાય છે. જેમ કે પેટમાં કૃમિ થવા, ગેસ વગેરે. બેક્ટેરિયા અને વાયરસને કારણે આ દર્દ વધી જાય છે. જેના કારણે શિશુ પરેશાન થઈ જાય છે. તો આજે જાણી લો કયા કારણોથી બાળકના પેટમાં દર્દ થાય છે.
ગેસ:
જો બોટલ અથવા બ્રેસ્ટ ફીડ દરમ્યાન બાળકને યોગ્ય રીતે સૂવાડવામાં ન આવે તો ખોરાક પચવામાં સમસ્યા થાય છે. ત્યારે આંતરડામાંથી ગેસ પાસ ન થઈ શકવાને કારણે પેટમાં દર્દ થાય છએ. આ દરમ્યાન બાળક ચિડિયું થઈ જાય છે.
કંઈક વાગી જાય ત્યારે:
બાળક જ્યારે ચાલવાની કોશિશ કરે છે ત્યારે શરૂઆતમાં તે પડી જતું હોય છે. જ્યારે તે પેટના બળે પડે છે ત્યારે તેને ત્યાં વાગી જવાને કારણે પણ ઘણીવાર પેટ દર્દની સમસ્યા થવા લાગે છે.
કબજિયાત:
1 વર્ષથી નાના બાળકમાં ગેસની સમસ્યા સામાન્ય હોય છે. કારણ કે તેને પોટી કરવામાં સમસ્યા થાય છે. વધુ સમય સુધી પોટી ન થવાને કારણે બાળકને પેટમાં દર્દ થવા લાગે છે.
ભૂખ્યા રહેવું અથવા વધુ ખાઈ લેવું:
વધુ ખાઈ લેવું અથવા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાને કારણે પેટમાં દર્દની સમસ્યા થઈ શકે છએ. શિશુના વિકાસ દરમ્યાન લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું ઠીક નથી. સાથે જ બોટલથી ફીડ કરાવતી વખતે બાળક વધુ ફીડ કરી લે છે. જેના કારણે પણ ઘણીવાર પેટ દર્દની સમસ્યા થવા લાગે છે.
ફૂડ એલર્જી:
જ્યારે ઈમ્યૂન સિસ્ટમ વધુ રિએક્ટ કરવા લાગે છે ત્યારે ફૂડ એલર્જીની સમસ્યા થાય છે. આવું પ્રોટીનના ઈમ્યૂન સિસ્ટમ પર અટેકને કારણે થાય છે. સાથે જ પાચનતંત્ર યોગ્ય રીતે ખોરાક પચાવી ન શકે ત્યારે પણ ફૂડ એલર્જી થાય છે. તેના કારણે બાળક બહુ જ રડે છે. આ સિવાય બ્રેસ્ટ ફીડિંગ બાદ બાળકને જ્યારે ઉપરનો ખોરાક આપવામાં આવે ત્યારે પણ આ સમસ્યા થાય છે.