હાલ કોરોનાના સમયમાં લોકો વધુને વધુ ઘરેલૂ નુસખાઓનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. જેથી કરીને તેઓ પોતાની ઈમ્યૂનિટી વધારી શકે છે. જેમાંખી એક બેસ્ટ વસ્તુ છે આદું. આયુર્વેદમાં આદુને અતિકારગર ઔષધી માનવામાં આવે છે. જો તમે રોજ આદુનો પ્રયોગ કરો તો તમે ઘણી બધી બીમારીઓ અને પ્રોબ્લેમ્સથી બચી શકો છો. તેમાં રહેલું જિંજેરોલ હેલ્થ માટે ખૂબ જ અક્સીર માનવામાં આવે છે. આ સિવાય આદુના રસનો ઉપયોગ તેનાથી પણ વધારે ફાયદાકારક છે. તો ચાલો જાણી લો ઉપાય.
વાળ માટે:
2 ચમચી આદુના રસમાં 2 ચમચી પાણી અને 1 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને સ્કેલ્પમાં લગાવવાથી વાળ હેલ્ધી બને છે. ડેન્ડ્રફ દૂર થાય છે. વાળ ખરતાં અટકે છે.
શરદી-ખાંસી માટે:
આદુ-લીંબુનો રસ- 2 ચમચી આદુનો રસ, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ 1 કપ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાથી લાભ થશે.
બોડી પેઈન દૂર કરવા માટે:
આદુનો રસ અને કપૂર- આદુના રસમાં કપૂર મિક્સ કરી લેપ તૈયાર કરો. આ લેપને દુખાવાવાળા ભાગે લગાવો. તરત આરામ મળશે.
કફ દૂર કરવા માટે:
આદુ-તુલસીનો રસ- 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી આદુનો રસ, 10-15 તુલસીના પાનનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.
યૂરિન પ્રોબ્લેમ માટે:
આદુનો રસ અને સાકર- 2 ચમચી આદુના રસમાં 1 ટુકડો સાકર મિક્સ કરી સવાર-સાંજ લેવાથી યૂરિન પ્રોબ્લેમ્સમાં લાભ થાય છે.
સોજો દૂર કરવા માટે:
આદુનો રસ અને ગોળ- 2-3 ચમચી આદુના રસમાં થોડો 1 ચમચી ગોળ મિક્સ કરીને રોજ સવારે પીવાથી સોજાની તકલીફ દૂર થાય છે.
પેટ દર્દ માટે:
આદુ-ફુદીનાનો રસ- 1-1 ચમચી આદુ અને ફુદીનાનો રસ લો અને તેમાં ચપટી સિંધાલૂણ મીઠું નાખીને પીવો. પેટ દર્દ દૂર થશે.
સાંધાઓમાં દર્દ માટે:
આદુનો રસ અને તલનું તેલ- 1 કપ આદુના રસમાં અડધો કપ તલનું તેલ મિક્સ કરી ગરમ કરો. પછી તેને લગાવવાથી દર્દ ઝટથી ગાયબ થશે.
શ્વાસની તકલીફ માટે:
આદુનો રસ અને નવશેકું પાણી- 1 ચમચી આદુના રસને અડધો કપ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.
લોહી સાફ કરવા માટે:
આદુનો રસ અને મધ- 2 ચમચી આદુના રસમાં 2 ચમચી મધ મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટ પીવાથી લોહી સાફ થાય છે.