મુંબઈ
એનર્જી સેક્ટરથી થર્મેક્સના શેરમાં બુધવારે કેપનીની સૌથી ક્વાર્ટરના સારા પરિણામ પછી લગભગ ૮ ટકાની તેજી આવી છે. બીએસઈ પર ઇન્ટ્રા-ડે કારોબારમાં તે ૧,૫૨૬ રૂપિયા સુધી પહોંચી ગયો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ટેક્સ પછીનો નફો બમણાથી વધુને ૧૦૭ કરોડ રૂપિયા પર રહ્યા છે. ગત વર્ષે ૩૧ માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો ૩૯.૦૩ કરોડ રૂપિયા હતો. થર્મેક્સનો શેર ૭ મે ૧,૫૫૦ રૂપિયાના ૫૨ સપ્તાહના હાઇ બનાવ્યો હતો. કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું સેલ્સ વધવા કૉસ્ટને ઘટાડવાનો ઇપાયો અને એનર્જી સેગમેન્ટમાં સારા માર્જિનથી પ્રોફિટમાં વધારો થયો છે. ગયા વર્ષના પ્રોફિટ પર કોરોનાને ફેલાવાનો અસર થયો હતો.
માર્ચ ક્વાર્ટરમાં થર્મોક્સની કન્સોલિડેટેડ ઑપરેટિંગ રેવેન્યૂ ૧૯ ટકા વધીને ૧,૫૭૫ કરોડ રૂપિયા રહી છે. જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં લગભગ ૧,૩૨૩ કરોડ રૂપિયા રહી હતી. કંપનીનો ઑર્ડર બુક વર્ષ-દર વર્ષના આધાર પર ૫૭ ટકા વધીને ૧,૪૯૭ કરોડ રૂપિયા પર પહોંચી છે.
થર્મેક્સના બોર્ડે પાછલા નાણાકીય વર્ષ માટે ૨ રૂપિયાની કિંમતના દરેક ઇક્વિટી શેર પર ૭ રૂપિયાના ડિવિડન્ડ આપવાની જાહેર કરી છે.