અમદાવાદ-
આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના લીધે વરસાદ થશે. જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તા.૭મી મેથી ૧૪મી મે વચ્ચે કચ્છના ભાગો તેમજ રાજસ્થાનના ભાગોમાં ધૂળકટ થશે, તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.
તા.૭મીમે થી ૧૪મી મે વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ થવાની શકયતા છે. ઉપરાંત બંગાળના ઉપસાગરના ભેજના કારણે તેમજ અરબી સમુદ્રના ભેજના કારણે પ્રિ-મોન્સુન એક્ટિવિટી જાેર પકડશે. જેમાં ઓરિસ્સાના ભાગો, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાંગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા છે. ઘણી વખત દિવસના ભાગમાં એકદમ અંધારું થઈ જાય તેવા વાદળો આવશે. ઉલ્લેખનીય છે કે હજુ સત્તાવાર ચોમાસાને વાર છે. તે પૂર્વે જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે ખેડૂતોને વધુ નુકસાની ભોગવવી પડે તેવી શક્યતા છે. ઉનાળામાં ગરમી પડે તે પૂર્વે જ વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. તેમજ ગરમી અને ઠંડકનું પ્રમાણ રહેશે. ડબલ સિઝનના કારણે હાલના કોરોનાના વાતાવરણમાં વધુ લોકો ઋતુજન્ય બીમારીમાં પટકાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે.