બેંગલુરૂ-
બેંગલુરૂ શહેરમાં થોડાંક દિવસ પહેલાં ફૂડ ડિલિવરી એપ ઝોમેટોના ડિલિવરી બોયઝની ધરપકડ કરી હતી. કામરાજ નામના આ શખ્સ પર આરોપ હતો કે તેને જમવાનું પહોંચાડવા દરમ્યાન હિતેશા નામની મહિલાને મુક્કો મારી દીધો હતો. હિતેશાએ સોશિયલ મીડિયા પર ઘાયલ સ્થિતિમાં પોતાની વાત મૂકી હતી. તેમનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો અને કામરાજની ધરપકડ કરી હતી પરંતુ હવે કેસમાં વળાંક જાેવા મળી રહ્યો છે. કામરાજે કહ્યું કે તેમણે મહિલાની સાથે કોઇ દુર્વ્યવહાર કર્યો અને તેમણે જાતે જ પોતાને ઘાયલ કર્યા હતા. હું તેમના ઘરે પહોંચ્યો અને મેં તેમને જમવાનું આપ્યું તો હું આશા કરતો હતો કે તેઓ મને પૈસા આપશે કારણ કે તેમણે કેશ ઓન ડિલિવરી ઓપ્શન પસંદ કર્યો હતો.
મેં તેમની માફી પણ માંગી કારણ કે ટ્રાફિક જામના લીધે ફૂડ ડિલિવરી થોડીક મોડી થઇ હતી. તેઓ સતત મોડા આવવાને લઇ ઝઘડો કરી રહ્યા હતા. તેઓ સતત કહી રહ્યા હતા કે ૪૫-૫૦ મિનિટમાં જમવાનું આવવું જાેઇતું હતું અને મેં તેમની આ બાબતે માફી પણ માંગી હતી. ત્યારબાદ હિતેશાએ ખાવાનું લઇ લીધું અને પેમેન્ટ આપવાની ના પાડી દીધી. ઝોમેટોના ચેટ સપોર્ટથી વાત કરી રહી હતી. મેં તેમને પૈસા આપવાનું કહ્યું તો તેમણે મને ગુલામ કહ્યું અને બૂમો પાડતા બોલ્યા આખરે તું શું કરી શકે છે? ત્યારબાદ ઝોમેટો સપોર્ટે મને કહ્યું કે તેમનો ઓર્ડર કેન્સલ કરી દીધો છે.
કામરાજે આગળ કહ્યું કે ઓર્ડર કેન્સલ થયા બાદ મેં જ્યારે તેમની પાસે જમવાનું માંગ્યું તો તેમણે પાછું આપ્યું નહીં. તેમની હરકતોને જાેઇ મને લાગ્યું હતું કે મને જમવાનું પાછું મળશે નહીં તો હું ત્યાંથી પાછો આવવા લાગ્યો. જ્યારે મેં લિફ્ટની તરફ જાેયું તો તેઓ મને ગાળો બોલી રહ્યા હતા અને તેમણે મારા પર ચપ્પલ ફેંકયું અને મને મારવા લાગ્યા. હું પોતાને બચાવાની કોશિશ કરતો રહ્યો અને મારા ચહેરાને હાથોથી ઢાંકી રહ્યો હતો.