નર્મદા-
રાજપીપળાના જીતનગર ખાતે આજે 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં 341 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા બિરસા મુંડા યુનિવર્સિટીના બિલ્ડિંગનું મુખ્યપ્રધાને ખાતમુહૂર્ત કર્યું હતું. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઉજવણી કરે છે અને કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસના વિરોધની કોઈએ નોંધ લીધી નથી. આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કોંગ્રેસ આદિવાસીઓનો વિરોધ કરે છે. કોંગ્રેસનો વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી ડોકટરો હડતાલ પર ઉતર્યા છે, ત્યારે ડોકટરોની હડતાળ અંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અત્યારે કોરોનાના દર્દીઓ નથી, કોરોના નથી તો બોન્ડમાંથી મુક્તિ હોવી જોઇએ તેમજ કોરોના નથી તો ડોક્ટરોએ નિયમોનું પાલન કરવું જોઈએ, પરંતુ ડોકટરોને હડતાલ પાછી ખેચવા મુખ્યપ્રધાને વિનંતી પણ કરી હતી. રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પાંચ વર્ષની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો.