ભારતીય ટીમમાં કોઈ નિષ્ણાત ફિનિશર ન હોય રિંકુ સિંહ ભારતીય ટીમમાં પ્રવેશની શક્યતા


મુંબઇ:T20 વર્લ્ડકપ 2024 માટે લગભગ તમામ ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થશે. તમામ ટીમો 25 મે સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોતાની ટીમમાં કેટલાક ફેરફાર પણ કરી શકે છે. ભારતીય ટીમમાં કોઈ નિષ્ણાત ફિનિશર નથી. આવી સ્થિતિમાં રિંકુ સિંહને ટીમમાં સ્થાન આપવા માટે વિચારણા કરી શકાય છે. જો આવું થાય છે, તો શિવમ દુબેને IPL 2024ની 68મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 27 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જો CSKને પ્લેઓફમાં સ્થાન મેળવવું હતું તો તેણે ઓછામાં ઓછા 201 રન બનાવવાના હતા. જોકે, ટીમ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 191 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈની હારનો સૌથી મોટો વિલન શિવમ દુબે હતો. તેણે 15 બોલનો સામનો કર્યો અને 46.67ની સ્ટ્રાઈક રેટથી માત્ર 7 રન બનાવ્યા. શિવમ દુબે છેલ્લી કેટલીક મેચોમાં કમજોર સાબિત થયો છે. આવી સ્થિતિમાં તેને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરી શકાય છે IPL 2024માં શિવમ દુબેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 14 મેચની 14 ઇનિંગ્સમાં 36.00ની એવરેજ અને 162.29ની સ્ટ્રાઇક રેટથી 396 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે તેના બેટમાંથી 3 અર્ધસદી ફટકારી હતી. રિંકુ સિંહને 17મી સિઝનમાં બેટિંગ કરવાની વધુ તક મળી ન હતી. ટોપ ઓર્ડરના શાનદાર પ્રદર્શનને કારણે રિંકુને બેટિંગ માટે ઓછો સમય મળ્યો. રિંકુએ આ સિઝનમાં 14 મેચની 11 ઇનિંગ્સમાં 18.66ની એવરેજ અને 148.67ની સ્ટ્રાઇક રેટથી 168 રન બનાવ્યા છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution