વડોદરા, તા.૨૮
વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં હેરિટેજ સ્કવેર બનાવવા ઉદ્દેશ અને પદમાવતી બિલ્ડિંગ જર્જરિત હોવાથી તેને તોડી પાડવા અનુસંધાને પાલિકા દ્વારા શોપીંગ સેન્ટરના ૨૯૦ વધુ દુકાનદારો સહિતને ૧૫ દિવસમાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે, જેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જાેકે, તેઓને પાલિકા દ્વારા આપવામાં આવેલા વચન પર વિશ્વાસ છે. વૈકલ્પિક જગ્યા બાદ જ આ બિલ્ડિંગમાં ખાલી કરાવશે, તેવી આશા વ્યક્ત કરીને કેટલાક વેપારીઓએ સ્થાનિક કાઉન્સિલરો સાથે પાલિકાની કચેરીએ આવીને મ્યુનિ.કમિશનરને રજૂઆત કરી હતી.જાેકે, મ્યુનિ. કમિશનરે પણ હાલ તુરંત પદ્માવતી ખાલી કરીને તોડી પાડવાની કોઈ વાત નથી, તેમ કહ્યું હતંુ.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ એકઠાં થયાં હતા. વેપારીઓએ કહ્યું હતંુ કે, છેલ્લા એક વર્ષથી અહીં હેરિટેજ સ્કવેર બનાવવાનું નક્કી કરાયું છે. ત્યારથી અમારી તંત્ર સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે. અમને કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રી બજારની સામે જગ્યા ફાળાવવા તંત્રએ તૈયારી બતાવી હતી. જ્યાં અમને બિલ્ડિંગ તૈયાર કરી ન અપાય ત્યાં સુધી અકોટા ડી-માર્ટ પાસે આવેલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ મારી જગ્યાની ફાળવણી કરવામાં આવશે, તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જાેકે, લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય અને આચાર સંહિતા અમલી બને તે અગાઉ મળેલી સ્થાયી સમિતીમાં અચાનક ઠરાવ કેમ બદલાઈ ગયો તેની અમને જાણકારી નથી.
પાલિકાની નોટિસ બાદ ચિંતીત વેપારીઓએ કહ્યંુ હતંુ કે, અમારી માગ સંતોષવામાં આવે તો તમામ વેપારીઓ સન્માનજનક રીતે જવા તૈયાર છીએ. અમારો સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે. અમે સરકાર સાથે ટકરાવ નથી ઈચ્છતા અને વાટાઘાટોથી પ્રશ્નનું નિકારણ આવશે તેવી ખાતરી હોવાનંુ કહ્યું હતું. વેપારીઓએ એમ પણ કહ્યું હતંુ કે, અમને આપેલા વચન મુજબ વૈકલ્પિક જગ્યા આપ્યા બાદ જ બિલ્ડિંગ ખાલી કરાવશે, તેવી અમને આશા છે. આમ છતાં કોર્પોરેશન બિલ્ડિંગ ખાલી કરાવશે તો વેપારીઓએ કોર્ટમાં જવું કે નહીં? તે માટે પદ્માવતીના વેપારીઓની આગામી દિવસમાં એજીએમ બોલાવવામાં આવશે અને તેમાં જે નિર્ણય થશે તેના આધારે આગળની રણનીતિ નક્કી કરાશે, તેમ વેપારીઓએ કહ્યંુ હતંુ.
શું કહે છે વે૫ારીઓ?
વૈકલ્પિક વ્યવસ્થા કે લેખિતમાં ખાતરી આપવામાં આવી નથી
વડોદરાના વિકાસ માટે પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડીને હેરિટેજ સ્કવેર બનાવવાનંુ આયોજન કરાયું છે. જે માટે પદ્માવતીના વેપારીઓ પણ સંમત થયા છે, પરંતુ વૈપારીઓ માટે આજદિન સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી કે લેખીતમાં ખાતરી આપવામાં આવી નથી. વેપારીઓને કોર્પોરેશન દ્વારા જગ્યા ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. સરકારના આવા વલણનો વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વિરોધ કરે છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તેમની પડખે છે.
શું કહે છે મ્યુ.કમિશનર?
નોટિસ એક પ્રક્રિયાનો ભાગ
છે ઃ મ્યુનિસિપલ કમિશનર
પદ્માવતી શોપિંગ સેન્ટર જર્જરિત છે. ખાલી કરવા નોટિસ આપી છે, એ પ્રક્રિયાનો ભાગ છે. વેપારીઓને વૈકલ્પિક જગ્યાએ દુકાનો આપવાની છે, તે માટે ચર્ચા- વિચારણાં ચાલે છે. જગ્યા આઈડેન્ટિફાઈ થશે, એટલે આગળની કાર્યવાહી કરાશે. સ્થાયીએ ઠરાવ કર્યો છે. અન્ય જગ્યા શોધીને નિર્ણય કરવામાં આવશે. પ્રક્રિયાના ભાગરૂપે નોટિસ આપવી પડે, પણ અત્યારે ને અત્યારે તોડી પાડવાનું નથી. વેપારીઓ જાેડે ચર્ચા કરીને વૈકલ્પિક જગ્યા શોધીને આગળની કાર્યવાહી કરાશે, તેમ મ્યુનિ. કમિશનરે કહ્યંુ હતંુ.