અમેરિકામાં હાલમાં ચૂંટણીનો માહોલ છે પરંતુ લોકો મોંઘવારીથી પરેશાન


અમેરિકામાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેનો રોમાંચ વધી રહ્યો છે. ભલે આ વખતે ચૂંટણીમાં ઈલીગલ ઈમિગ્રેશન સૌથી મોટો મુદ્દો બન્યો હોય પરંતુ મોંઘવારી પણ લોકોની કમર તોડી રહી છે અને તેથી આ મુદ્દો પણ બંને પક્ષના નેતાઓના ધ્યાનમાં જ છે. તેથી જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ચીજવસ્તુઓના ભાવને ઝડપથી ઘટાડશે.

અમેરિકામાં હાલમાં ચૂંટણીનો માહોલ છે પરંતુ લોકો મોંઘવારીથી પરેશાન છે. અમેરિકામાં ચીજવસ્તુઓના ભાર ઘણા વધી ગયા છે. લોકો ઈચ્છે છે કે આ ભાવો કોવિડ-૧૯ રોગચાળા પહેલા જેટલા હતા તેટલા થઈ જાય. ટ્રમ્પે ગત સપ્તાહે વ્હાઈટ હાઉસમાં પાછા ફરવા માટેના તેમના વિઝનને રજૂ કરતાં ભાષણ દરમિયાન મતદારોને કહ્યું હતું કે, "ભાવો નીચે આવી જશે. તમે ફક્ત જુઓ. તે નીચે આવશે, અને તે ઝડપથી નીચે આવશે, માત્ર ઈન્સ્યોરન્સના જ નહીં પરંતુ દરેક વસ્તુના ભાવ નીચા આવશે." તેમાં કોઈ શંકા નથી કે ફેડરલ સરકાર અમુક વસ્તુઓ અને સેવાઓના ભાવને ઈન્ફ્લુઅન્સ કરવામાં મદદ કરી શકે છે. જાેકે, વ્યાપક-આધારિત ભાવમાં ઘટાડો માત્ર અસંભવિત જ નથી, તે એક ડૂમ લૂપ લાવશે જેમાંથી બચવું મુશ્કેલ છે. ટ્રમ્પે કહ્યું હતું કે, કિંમતો નીચે આવશે અને તે નાટ્યાત્મક રીતે અને ઝડપથી નીચે આવશે. ટ્રમ્પે માત્ર ગેસોલિન, કૂલિંગ બિલ અને વીજળીના ભાવમાં ઘટાડો કરવાનું વચન નથી આપ્યું, પરંતુ આગાહી કરી હતી કે સમગ્ર અર્થતંત્રમાં આવું થશે.

જાેકે, ટ્રમ્પ પોતાનું આ વચન પાળી શકશે કે નહીં તે અંગે નિષ્ણાતોએ પોતાનો મત રજૂ કર્યો છે. મિશિગન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી જસ્ટિન વોલ્ફર્સે ઝ્રદ્ગદ્ગ સાથે ટેલીફોનિક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, લોકો આવી વાતો સાંભળવા ઈચ્છે છે તેમાં કોઈ શંકા નથી પરંતુ તેની સાથે સાથે આ અવાસ્તવિક છે તેમાં પણ કોઈ શંકા નથી. ફુગાવાના દરને ધીમો કરવાનો પ્રયાસ કરવો એ એક વસ્તુ છે, જેનાથી ભાવ વધુ ધીમે ધીમે વધે છે. ફેડરલ રિઝર્વ આશ્ચર્યજનક સફળતા સાથે છેલ્લા બે વર્ષથી તે જ કરવા માટે કામ કરી રહ્યું છે. પરંતુ ટ્રમ્પે જેનું વર્ણન કર્યું તે ડિફ્લેશન છે એટલે કે ફુગાવામાં ઘટાડો છે અને તે કંઈક એવું છે જે અર્થશાસ્ત્રીઓને ડરાવે છે. વોલ્ફર્સે કહ્યું હતું કે, ડિફ્લેશન લાવવાનો માર્ગ એક જંગી મંદી બનાવવાનો હશે. તેના કારણે વ્યવસાયો ભાવમાં ઘટાડો કરવાનું શરૂ કરશે.

પરંતુ ઘટતા ભાવો સમસ્યારૂપ છે કારણ કે તે અર્થતંત્રને તેના પાટા પર રોકશે. જાે અમેરિકનો જાણતા હોય કે આવતા મહિને કંઈક ખરીદવું સસ્તું રહેશે, તો તેઓ આજે તે વસ્તુની ખરીદી કરશે નહીં અને તેના કારણે કિંમતો પણ નીચી જશે, અને આનું પુનરાવર્તન થતું રહેશે. વોલ્ફર્સે જણાવ્યું હતું કે, આ અત્યંત ખતરનાક છે. ફેડના સેન્ટ્રલ બેન્કર્સ ભાવમાં વ્યાપક ઘટાડો જાેઈને ગભરાઈ જશે કારણ કે તે નેગેટિવ ફીડબેક લૂપ બની શકે છે. વોલ્ફર્સે જણાવ્યું હતું કે, ફેડ ગભરાઈ જશે. ડિફ્લેશનરી સ્પાઈરલમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. બીજી તરફ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે વધતી કિંમતોની સમસ્યાના સમાધાન માટે પોતાની યોજના ઘડી છે, જેમાં ખાદ્યપદાર્થો પરના ભાવ વધારા સામે લડવા, ઈન્સ્યુલિનની કિંમત ઘટાડવા અને હાઉસિંગની અછત દૂર કરવા માટે નવા પગલાં લેવાનું વચન આપ્યું છે. પરંતુ તેમણે સમગ્ર અર્થતંત્રમાં વ્યાપક ભાવમાં ઘટાડો લાવવાનું વચન આપ્યું નથી. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે સમગ્ર અર્થવ્યવસ્થામાં એકંદર કિંમતો પ્રી-કોવિડ સ્તરો પર પાછા જઈ રહી નથી, અને કિંમતો ત્યાં સુધી જાય તે માટે કામ કરવું જાેઈએ નહીં. મૂડીઝ એનાલિટિક્સના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક ઝંડીએ જણાવ્યું હતું કે વ્યાપક ભાવમાં ઘટાડો "અવાસ્તવિક અને અનિચ્છનીય" છે. ડિફ્લેશનરી વાતાવરણ એ ખૂબ જ નબળા અને મંદીવાળા અર્થતંત્ર માટે એક પ્રિસ્ક્રિપ્શન હશે.

વાસ્તવિક ધ્યેય કિંમતોને હતી ત્યાં લાવવાનું નથી, પરંતુ અર્થતંત્રને કિંમતોના નવા સ્તરે આગળ ધપાવવાનું છે. ઝાંડીએ જણાવ્યું હતું કે, જાે વેતન ફુગાવાને આગળ વધારવાનું ચાલુ રાખશે, તો દરેક પસાર થતા મહિને ઊંચા ભાવનો ડંખ ઓછો પીડાદાયક બને છે. તેનાથી વિપરીત જાે કિંમતો ખરેખર ઘટવાનું શરૂ કરે છે, તો વ્યવસાયો પણ વેતન કાપવાનું શરૂ કરશે. તેનો અર્થ એ કે અમેરિકનો સસ્તા ભાવનો લાભ લઈ શકશે નહીં. વોલ્ફર્સે જણાવ્યું હતું કે, "જાે હું મારું વર્તમાન વેતન જાળવી રાખું તો કિંમતોમાં ઘટાડો કરવો ખરેખર રોમાંચક લાગે છે. પરંતુ તમે તેવું નહીં કરો." ભાવમાં ઘટાડો કરવાના ટ્રમ્પના વચનનો આઈરોનિક ભાગ એ છે કે કેટલાક મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓને ડર છે કે તેમના એજન્ડાના એલિમેન્ટ્‌સ તેનાથી તદ્દન વિરુદ્ધ કરશે. દાખલા તરીકે પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સના સંશોધન મુજબ તમામ યુએસ આયાત પર નવી ટેરિફ અને ચાઈનીઝ માલસામાન પર ૬૦% ટેરિફ લાદવાની ટ્રમ્પની યોજના સામાન્ય મધ્યમ આવક ધરાવતા પરિવારને વાર્ષિક ઓછામાં ઓછા ૧,૭૦૦ ડોલરનો ખર્ચ કરાવશે. તેવી જ રીતે લાખો લોકોને ડિપોર્ટ કરવાનું ટ્રમ્પનું વચન વર્કર્સના પુરવઠાને નુકસાન પહોંચાડશે, વેતન અને કિંમતો વધારવાની શક્યતા પણ વધારશે. તેથી જ ૧૬ નોબેલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રીઓએ થોડા સમય પહેલા ટ્રમ્પના આર્થિક એજન્ડા અંગે ચેતવણી આપી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution