કઠલાલમાં વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકત કરનાર શિક્ષક વિરૂદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ

નડિયાદ, ૩૧ ઓગસ્ટના રોજ કઠલાલ પંથકમાં શારિરીક છેડછાડ કરનાર શિક્ષકની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર જિલ્લામાં પડ્યા છે. હેવાનિયત વટાવી શિક્ષકે શાળામાં ભણતી ૯ વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરતા સમગ્ર હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આજે બુધવારે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સંઘર્ષ સમિતિ ખેડા જિલ્લા તેમજ અન્ય હિન્દુ સંગઠનોએ નડિયાદ કલેકટર કચેરીએ આવી રોષ સાથે રજૂઆત કરી હતી. જેમાં આ હિન્દુ સંગઠનોની માગણી હતી કે, આરોપીને કડકમાં કડક સજા થવી જાેઈએ તેમજ સમગ્ર કેસની તપાસ માટે જીૈં્‌ની રચના કરવા માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાત કપડવંજના નેજા હેઠળ કલેકટર કચેરીમાં કલેક્ટરને અપાયેલાં આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી હિન્દુ સમાજની બહેન દીકરીઓની જાતીય સતામણીની ઘટનાઓ જિલ્લામાં સતત વધતી જાય છે. પરંતુ કોઈ અગમ્ય કારણો સર ન્યાયની ગતિ ધીમી હોવાથી આવા લોકો છૂટી જાય છે અને પછી બેખોફ થઈ ફરી આવા કૃત્યો કરવા માટે બીજાને પ્રેરણા આપે છે. હાલમાં ઠાસરા, કપડવંજ, મહુધા, કઠલાલ, નડિયાદ જેવા સંવેદનશીલ તાલુકાઓમાં વિધર્મી પ્રૌઢ અને યુવાનો દ્વારા હિન્દુ યુવતીઓ તથા બાળકી સાથે દુષ્કૃત્યો કરવાના બનાવો વધ્યા છે. તાજેતરમાં કઠલાલ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળાના ૫૦ વર્ષના હેવાન શિક્ષક અખ્તરમિયા દ્વારા ૯ વર્ષની દીકરીનું શારીરિક શોષણ કરવામાં આવ્યાની ઘટના ઉજાગર થઈ છે. જેની કાર્યવાહીના ભાગરૂપે ચેડાં કરનાર શિક્ષકની નાર્કો ટેસ્ટ કરાવવા અને સમગ્ર કેસની તાપસ માટે જીૈં્‌ની રચના કરવામાં આવે તેવી અમારી માંગણી છે. તેમજ વહેલી તકે આ કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામા આવે તેમજ આ કેસનો ઝડપી નિકાલ થાય અને ફાસ્ટ્રેક કોર્ટમાં ચુકાદો આવે તેવી માંગ છે.

બાળકીને અડપલાં કરનાર શિક્ષકને કડક સજા કરો

કઠલાલ તાલુકાના સરપંચ એસોસિયેશન દ્વારા મંગળવારે બે અલગ અલગ મામલામાં આવેદન પત્ર આપીને મામલતદાર અને પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ૯ વર્ષની માસુમ દીકરીના શરીર પર ક્રુરતાપૂર્વક અડપલાં કરનાર શિક્ષકને કડકમાં કડક સજા કરવા અને સરપંચો સામે થતી ખોટી એફઆઇઆર મામલે રજૂઆત કરાઈ હતી. કઠલાલ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા કઠલાલ મામલતદાર અને કઠલાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રાથમિક શાળાના શિક્ષક અખ્તરઅલી સૈયદ દ્વારા ૯ વર્ષની માસુમ દીકરીને કરવામાં આવેલાં શારિરીક અડપલાંને લઈને તેને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કઠલાલ પોલીસ સ્ટેશનમાં તાલુકાના સરપંચો પર થતી ખોટી ફરિયાદ મામલે તાલુકાના ૨૨ સરપંચો દ્વારા ઘટનાની માહિતી લીધા બાદ જ પોલીસ દ્વારા એફઆઇઆર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution