કિન્નરોને ભોજન કરાવવાથી થાય છે જબરદસ્ત લાભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી સમસ્યાઓ દૂર કરવામાં આવે છે. ઘણી વખત વ્યક્તિ ગ્રહોને લગતી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે અને તે તમામ પ્રકારના ઉપાયો કરવામાં મુશ્કેલી અનુભવે છે. તેથી જાે તમે ગ્રહોના અશુભ પ્રભાવો અથવા તેમની અશુભ દ્રષ્ટિથી પરેશાન છો, તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમે આ ઉપાયો કરી શકો છો. ચાલો આપણે જાણીએ કે કયા ગ્રહને શુભ અને સુખી બનાવવા માટે ક્્યા પગલા લેવા જાેઈએ.

સૂર્યદેવ આનાથી ખુશ થશે

જાે તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે અથવા જાે સૂર્યની સ્થિતિ અશુભ છે, તો સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારના દિવસે સૂર્યોદય સમયે આંકડાનાં ઝાડને જળ ચડાવવાથી ફાયદો થાય છે અથવા રવિવારે આજ પાણીથી તેને સ્નાન કરવાથી પણ ફાયદો થાય છે. આ સાથે રવિવારે ઘઉં, ગોળનું દાન કરો તો સૂર્યદેવ વધુ પ્રસન્ન થાય છે.

બુધદેવ આ ઉપાયથી ખુશ થશે

કુંડળીમાં બુધને મજબૂત બનાવવા માટે સૂર્યદયના ૨ કલાક પછી કોઈને લીલું વસ્ત્ર અથવા મગનું દાન આપો. આ ઉપરાંત બુધવારે છોકરીઓ અને કિન્નરોને મીઠું ભોજન કરાવવાથી બુધદેવ રાજી થાય છે. આ સિવાય વૃક્ષોને પાણી પીવડાવવાથી પણ તમને ઘણો ફાયદો થાય છે.

શુક્રની કૃપા પ્રાપ્ત કરવા

ભૌતિક કુંડળીમાં શુક્ર ગ્રહને ભૌતિક આરામ, ધન અને સમૃદ્ધિને મજબૂત કરવા શુક્રવારે બ્રાહ્મણને ખીર ખવડાવો અથવા ગુલરના ઝાડની પરિક્રમા લગાવો. જલ્દી લાભ મળશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution