લોકસત્તા ન્યૂઝ
નારિયેળ પાણી પીવાનું તો દરેક કોઈને પસંદ હશે. પણ નારિયેળ પાણી પીધા પછી તેના તળિયે મળતા પદાર્થને નારિયેળની મલાઈ પણ કહેવાય છે. તે પણ આપણા માટે વિવિધ સ્વાસ્થ્ય લાભો લાવે છે.
ગમે તે સમયે, કોઈપણ સ્થળે, કોઈપણ મૂડમાં, નાળિયેર પાણી વ્યક્તિને એક અલગ જ રિફ્રેશીંગ ફીલિંગ આપે છે. આ સુપર-હાઇડ્રેટીંગ પીણું ઉનાળાની ગરમીને દૂર ભગાવે છે અને આપણને અંદરથી ઠંડક આપે છે. ઘણી વખત લોકો નારિયેળ પાણી તો પી લે છે. પણ આ પાણી પીધા બાદ છેલ્લે બચતા સફેદ મલાઈદાર ભાગને જેને ચમચી વડે આસાનીથી કાઢી શકાય છે તેને છોડી દે છે.
ઘણા લોકો તેને અવગણવાનું પસંદ કરે છે અને તે ખાવાનું પસંદ નથી કરતા. કારણ કે તેને ચરબીયુક્ત માનવામાં આવે છે અને તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે, તેમ છતાં આવું ન કરવું જોઈએ. જાણો કેમ ? નારિયેળની મલાઈ આપણા માટે નાળિયેર તેલ, નાળિયેર પાણી અને નાળિયેર દૂધની જેમ જ વિવિધ સ્વાસ્થ્ય લાભો આપે છે.
હૃદયના સારા સ્વાસ્થ્ય માટે
તે વાત સાચી છે કે મોટાભાગે નાળિયેરની મલાઈ ચરબીયુક્ત હોય છે, પરંતુ રાહતની વાત એ છે કે તે બધી સારી અને સંતૃપ્ત થયેલી ચરબી છે. જે સારા કોલેસ્ટ્રોલને પ્રોત્સાહન આપી શકે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
સામાન્ય માન્યતા મુજબ, નારિયેળ મલાઈ જો પ્રમાણમાં ખાવામાં આવે તો શરીરમાં ચરબી વધારવાને બદલે થોડું વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. નારિયેળની મલાઈમાં પાવર-પેક્ડ ચરબી તમને લાંબા સમય સુધી હાઇડ્રેટ અને સંતોષ આપે છે. અને તમને બિનજરૂરી ખાવાનું ટાળવામાં મદદ કરે છે. તેમાં સમાયેલ પ્રોટીન પણ શરીરને એનર્જી આપવામાં મદદ કરે છે.
પચવામાં સરળ
તે પચવામાં સરળ છે. એટલું જ નહીં તે પાચન તંત્રના આંતરડાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
એનર્જીનું પાવરહાઉસ
તેનાથી શરીરને પુષ્કળ એનર્જી પ્રાપ્ત થાય છે. અને એટલે જ તેને એનર્જીનું પાવરહાઉસ કહેવામાં આવ્યું છે.
ઇમ્યુનિટી વધારે છે
તેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈંફ્લેમેટારી ગુણ છે, જે શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
કેવી રીતે ખાશો નારિયેળની મલાઈ
નાળિયેરના તળિયે મલાઈને ચમચીથી કાઢીને ખાવી જોઈએ. જો કે, તમે તેને બ્રાઉન સુગરના છંટકાવ સાથે ખાવાથી અથવા તેની પુડિંગ પણ બનાવી શકો છો અથવા વધુ નવીનતા મેળવી શકો છો. અમે તમને ઘણા બધા કારણો આપ્યા છે કે તમને નારિયેળની મલાઈ શા માટે ખાવી જોઈએ.