વલસાડ, વલસાડ જિલ્લાની જીઆઇડીસીમાં કાર્યરત કંપનીઓ કાયદાને ગજવામાં રાખી ફરી રહી છે.કંપનીમાં ક્યાં પ્રકારના માલનું ઉત્પાદન કરવામાં આવે છે.માલના ઉત્પાદનની કેપિસિટી કેટલી છે,કંપની ક્યાં સ્થળ પર કાર્યરત છે.કંપનીના માલિક કોણ છે.કંપનીની પરમિશનની વિગત ,કંપની શરૂ થયાની તારીખ જેવી વિગતો બહાર ડિસ્પ્લે બોર્ડ પર ફરજીયાત બતાવવાની હોય પરંતુ જિલ્લામાં ફેકટરી ઇન્સ્પેક્ટર ,લેબર કમિશનર, સહિત અન્ય સંબંધિત અધિકારીઓ સાથે સેટિંગ ડોટ કોમની સ્કીમ હેઠળ કંપની સંચાલકો કાયદાને સરેઆમ નિલામ કરી રહ્યા છે.નામાંકિત કેટલીક કંપનીઓ એકવાર ડિસ્પ્લે બોર્ડ મુક્યા બાદ સમય પ્રમાણે બોર્ડ બદલતા જ નથી.જુના ડિસ્પ્લે બોર્ડની વિગત કાયમ માટે રાખી નવી વગતો બતાવતા જ નથી .પરંતુ કેટલીક કંપનીમાં બહાર ડિસ્પ્લે બોર્ડ પર બતાવવામાં આવેલ વિગતો અને અંદર થતી કામગીરી માં ભારે અસમાનતા હોવાની લોક ચર્ચા ઉઠી છે. જીઆઇડીસી વિસ્તારના સંબંધિત અધિકારીઓ તેમની ફરજ બજાવવા સતત અવરજવર કરતા હોય છે.પરન્તુ ડિસ્પ્લે બોર્ડ વગર જીઆઈડીસીમાં ધમધમતી કંપનીઓ તેમની નજરે પડતી નથી.કંપની સંચાલકો સરકારી આદેશને પગના તળિયે રાખે છે.કંપની સંચાલકોને કાયદાના પાઠ ભણાવવામાં નિષ્ફળ સરકારના સંબંધિત વિભાગોમાં કાર્યરત અધિકારીઓની કામગીરીની ઉચ્ચ સ્તરે ચકાસણી કરવામાં આવે તો સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓની કામગીરીની પોલ ખુલ્લી પડશે. કંપનીઓમાં કામ કરતા કામદારોના હીતનું વિચારી સરકારે આઠ કલાકના ચોક્કસ વેતન નક્કી કર્યું છે સાથે સાથે સરકારી નીતિનિયમો પ્રમાણે કંપની સંચાલકે કામદારોના પીએફના નાણાંની સુવિધા કરવાની હોય છે પરંતુ મોટાભાગની કંપનીઓમાં કામદારો ા નાણાંથી વંચિત છે.