છોટાઉદેપુર ખાતે આવેલી સબ જેલમાં ક્ષમતા કરતા ૫૭ કેદી વધારે


નસવાડી,તા.૧૬

છોટાઉદેપુર ખાતે આવેલી સબ જેલમાં કેદીઓ ની ક્ષમતા કરતા ૫૭ કેદી વધારે છે જેલની ક્ષમતા ૧૦૭ કેદીઓની છે જ્યારે ૧૬૪ કેદીઓ હાલ સબ જેલમાં છે તંત્ર નવી જેલ બનાવવા માટે કોઈ કાર્યવાહી કરતુ નથી સબ જેલમાં નકલી કચેરી નો મુખ્ય આરોપી બીમાર થતા હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે તેનૂ પી એમ વડોદરા ખાતે એસ એસ જી હોસ્પીટલમાં પેનલ ડોક્ટરો કરશે

છોટાઉદેપુર ખાતે આવેલી સબ જેલમાં છોટાઉદેપુર જીલ્લાના નસવાડી સંખેડા બોડેલી પાવી જેતપુર કવાંટ છોટાઉદેપુર આમ છ તાલુકા આવેલા છે તમામ તાલુકા મથક ના પોલીસ સ્ટેશનમાં કોઈપણ ગુનામાં આરોપી પકડાય અને તેને તાલુકા મથક ની કોર્ટ મા રજુ કરવામાં આવે ને તેને જામીન ના મળે તો તેને છોટાઉદેપુર ખાતે આવેલી સબ જેલમાં મોકલવામા આવે છે નસવાડી તાલુકા મથક ની કોર્ટ ઉપર થી છોટાઉદેપુર ની સબ જેલ ૬૦ કીલ્લો મીટર દુર થાય છે પોલીસ ને આરોપી ને મૂકવા ૬૦ કીલ્લો મીટર સુધી નો ફેરો ખાવો પડે છે જ્યારે બીજા તાલૂકા મથક ૪૦ કીલ્લો મીટર ૩૦ કીલ્લો મીટર ના અંતર માં આવેલા છે જ્યારે જીલ્લામાં બે સબ જેલ બનાવવી જાેઈએ અને ત્રણ ત્રણ તાલુકા ની સબ જેલ હોય તો કેદીઓની સંખ્યા પણ વધારે ના થાય હાલ છોટાઉદેપુર સબ જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા ૧૦૭ ની છે તેની સામે ૧૬૪ કેદીઓ હાલમાં સબ જેલમાં છે જેનાથી બેરેક માં કેદીઓને રહેવામાં મુશ્કેલી પડી રહી છે કેદી ઓને રાખવાનો સરકારે નિયમ બનાવ્યો છે તે નિયમોનો ખૂબ સરકારે ઉલ્લંઘન કરી રહ્યું છે છોટાઉદેપુર ખાતે સબ જેલમાં નકલી કચેરી નો મુખ્ય આરોપી સંદીપ રાજપૂત જેલમાં હતો ત્યારે તેને છાતીમાં દુખાવો પડતા તેને છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેનું મોત થયું હતું. તેની લાસ ને પીએમ માટે વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાં પીએમ પેનલ ડોક્ટરો દ્વારા કરવામાં આવશે જ્યારે મુખ્ય આરોપી નું મોત થતા સમગ્ર મામલા માં પોલીસ તપાસ કરી રહી છે છોટાઉદેપુર ખાતે આવેલી સબ જેલમાં ક્ષમતા કરતાં વધારે દર્દીઓ છે તેઓને વડોદરા ખાતેની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવા જાેઈએ છોટાઉદેપુર જિલ્લો બને ૧૦ વર્ષ થઈ ગયા છે તંત્ર નવી જેલ બનાવી શકતો નથી વિકસિત ગુજરાતની વાતો કરતી સરકાર આદિવાસી વિસ્તારમાં જેલ ના બનાવીને કેદીઓને હેરાન પરેશાન કરવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution