શહેરામાં હાઇવેને અડીને આવેલી હાડવેરની દુકાનમાં ચોરી ઃ ઘટના સીસીટીવીમાં કેદ

શહેરા,તા.૩

શહેરા અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ મારૂતિ ટિમ્બર માર્ટમા થયેલ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાર્ડવેર ની દુકાનમાં બે ચોરો દુકાનનુ શટલ ઊંચુ કરીને અંદર પ્રવેશીને પાંચ મિનિટમાં રૂપિયા ૪૦ હજાર કરતાં વધુ રોકડ રકમની ચોરી કરી ને ફરાર થયા હતા.

શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં પોલીસ પોઇન્ટથી ૧૦૦ મીટરના અંતરે હાઇવે માર્ગને અડીને આવેલી રીતેશભાઈ પટેલની હાર્ડવેરની દુકાનમાં ગુરૂવારની રાત્રિના ચાર વાગ્યાની આસપાસ ચોર ટુકડીએ દુકાનનું શટલ ઊંચુ કરીને બે ચોરો દુકાન ની અંદર પ્રવેશ કરીને માત્ર પાંચ મિનિટમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીની સમગ્ર ઘટના હાર્ડવેર ની દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જાેકે ધનસુખ પટેલ અને રિતેશ પટેલ રાબેતા મુજબ સવારમાં દુકાને આવતા દુકાનની અંદર ચોરી થયેલ હોવાનું લાગતા તેઓએ સમગ્ર બનાવવાની જાણ પોલીસને કરતા બનાવ સ્થળ ખાતે પોલીસ આવી પહોંચીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.મારૂતિ ટિમ્બર માર્ટ નામની હાર્ડવેર ની દુકાન માં ચોરી થતા આ વિસ્તારના જાગૃત વેપારીઓ એકત્રીત થવા સાથે સીસીટીવી કેમેરામાં જાેવા મળતા ચોરોને વહેલી તકે પકડી પાડે એવી માંગ કરી રહ્યા હતા. આ બાબતે દુકાનના માલિક રિતેશ પટેલે જણાવ્યું હતું કે દુકાનના ગલ્લામાં રહેલ રૂપિયા ૪૫ હજાર રૂપિયાની ચોરી થઈ છે. મારા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આવીને કાર્યવાહી હાથધરી છે. અને ચોરોને વહેલી તકે પકડી પાડવામાં આવે એવી આશા પોલીસ પાસે રાખી રહ્યો છું. લોકસભાની ચૂંટણીમાં પોલીસ તંત્ર વ્યસ્ત હોય ત્યારે એવામાં ચોરોએ એનો લાભ લઈને આ ચોરીને અંજામ આપ્યો હોય પરંતુ બીજી તરફ જાેવા જઈએ તો સતત વાહનોના અવરજવર થઈ રહેલ હાઈવે ને અડીને આવેલ હાર્ડવેર ની દુકાન માં ચોરી કરીને ચોરોએ શ્રી ગણેશ કર્યા હોય એવુ તો નથી કે શું? આ દુકાનમાં થયેલ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય ત્યારે પોલીસ આગામી દિવસોમાં ચોર ટુકડીને પકડી પાડે તો નવાઈ નહી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution