ભાજપ કાર્યકરના ઘરમાં અને પોલીસ કમિશનરના બંગલા પાછળ ફ્લેટમાં ચોરી

વડોદરા

શહેરમાં ગઈ કાલે શહેરમાં આવીને રાત્રે રોકાયેલા રાજયના પોલીસ વડા વિકાસ સહાયની સરભરામાં પોલીસ તંત્ર વ્યસ્ત હતું તે જ સમયે તસ્કરોએ શહેર પોલીસ કમિ.ના બંગલાની પાછળ ઓફિસર્સ ફ્લેટને નીશાન બનાવ્યા હતા. ઓફિસર્સ ફ્લેટના ક્યુ વીંગમાં રહેતા કિરણબેન પરમાર વેકેશન માણવા અમદાવાદ ગયા હોઈ તસ્કરોએ તેમના તેમજ તેમના પાડોશીના બે બંધ મકાનના મકાનની લોખંડની જાળીનો નકુચો તોડી નાખી ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો અને કિરણબેનના ફ્લેટમાંથી અઢીસો ગ્રામ ચાંદી, બે એટીએમ કાર્ડ અને રોકડા ત્રણેક હજારની ચોરી કરી હતી. જયારે બીજાબનાવમાં શહેરના રાજમહેલરોડ પર આવેલા નિલેશ એપાર્ટમેન્ટની સામે રહેતા ભાજપા કાર્યકર જેકીસિંહ દિલીપસિંહ ચૈાહાણની માતા ચંપાબેનના બંધ મકાનને કારમાં આવેલા ચાર તસ્કરોએ નીશાન બનાવ્યું હતું. તેઓએ મકાનની તિજાેરી તોડી સોનાચાંદીના દાગીના તેમજ સારવાર માટે રાખેલા રોકડા ૫૦ હજાર સહિત સવા લાખની મત્તાની ચોરી કરી હતી જે બનાવની ચંપાબેને રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution