સોમનાથ મંદિરના દરિયા કિનારે ભડકાઉ વીડિયો બનાવનાર યુવકની ઓળખ થઈ

સોમનાથ-

હાલના દિવસોમાં ગુજરાતમાં સોમનાથ મંદિર અંગે ટિપ્પણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ દ્વારા આપવામાં આવી રહેલા ભડકાઉ નિવેદન પ્રત્યે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી દીધી છે.

સોશિયલ મિડીયામાં ૩ મિનિટ અને ૨૪ સેકન્ડના વાઈરલ થયેલ આ વીડિયો સોમનાથ મંદિરની પાછળના ભાગે અડધા કિ.મી. દૂર મરીન પોલીસ ચોકીની સામેના દરિયા કિનારે ભિડીયા વિસ્તારમાં રેકોર્ડ થયા હોવાનું અનુમાન છે. જેમાં એક શખ્સ જાેવા મળી રહ્યો છે. જેની ઓળખ ઈર્શાદ રશીદ તરીકે થઈ છે. ઈર્શાદ “જમાત-એ-આદિલા હિન્દ” નામે યુ-ટ્યૂબ ચેનલ ચલાવે છે. ઈર્શાદે સેલ્ફી મોડમાં એક વીડિયો શૂટ કર્યો છે.

પોતાના વીડિયોમાં ઈર્શાદ હિન્દી અને ઉર્દુમાં મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટયાની ઘટનાને બિરદાવતો જાેવા મળી રહ્યો છે. કોઈ વિધર્મી દ્વારા સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતા વાકયોના ઉચ્ચારણોથી હિન્દુ સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ સોમનાથ મંદિરની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. હવે સોમનાથ મંદિર પરનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસમાં વીડિયો બનાવનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution