દુબઈ-
દુબઈમાં 'ઓ પાવ' નામની રેસ્ટોરન્ટમાં સોનાનો વડાપાવ બનાવવામાં આવ્યો છે. તેની કિંમત ૯૯ દિરહામ (લગભગ ૨ હજાર રૂપિયા) રાખવામાં આવી છે. તે માત્ર રેસ્ટોરન્ટની અંદર જ ખાઈ શકાય છે, તેને બહાર લઈ જવાની મંજૂરી નથી. આ રેસ્ટોરન્ટ ઘણા સમયથી વડાપાવની વિવિધ જાતો બનાવે છે. દુબઈમાં ભારતીય ભોજન માટે આ રેસ્ટોરન્ટ લોકપ્રિય છે.
વિશ્વના પ્રથમ ૨૨ કેરેટ સોનાના વડાપાવને લોન્ચ કરતી ભારતીય રેસ્ટોરન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રેસ્ટોરાંએ કહ્યું છે કે તે વડાપાવ, ચીઝ અને ફ્રેન્ચ ટ્રફલ બટરથી ભરવામાં આવશે. બ્રેડ એટલે કે પાવ હોમમેઇડ મિન્ટ મેયોનેઝ ડીપ સાથે પીરસવામાં આવશે.
લાકડાની પેટીમાં વડાપાવ પીરસવામાં આવશે. વાનગીને વધુ આકર્ષક બનાવવા માટે બ દ્ગૈંક્સમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે સ્વીટ પોટેટો ફ્રાય અને ફુદીનો લેમોનેડ પણ આપવામાં આવી રહ્યું છે. જો કે, લાંબા સમયથી દુબઈમાં ખાદ્ય વાનગીઓ સાથે સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ૨૪ કેરેટ સોનામાં બર્ગર, આઈસ્ક્રીમ, ફ્રેન્ચ ટોસ્ટ અને બિરયાની પણ બનાવવામાં આવી છે.