વોશિંગ્ટન,અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલપરપોસ્ટ કરી છે કે, અમેરિકામાં આજે લિબરેશન ડે’ (૨ એપ્રિલ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે). તેઓ વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં તેમના કેબિનેટ સભ્યો સાથે યુએસ સમય અનુસાર સાંજે ૪:૦૦ વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે ૧:૩૦ વાગ્યે) ટેરિફની જાહેરાત કરવાના છે.
ટ્રમ્પ વચન આપી રહ્યા છે કે તેમની નવી વ્યાપાર નીતિઓ અમેરિકાને ‘લૂંટવાથી’ બચાવશે અને દેશને ફરીપાછો ‘સુવર્ણ યુગ‘ તરફ દોરી જશે. મંગળવારે, વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું કે, આ નવો ટેરિફ પ્રમુખ ટ્રમ્પની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવશે. આ ટેરિફનો હેતુ અમેરિકન કામદારો અને ઉદ્યોગોને નુકસાનપહોંચાડતી ‘અન્યાયી વેપાર નીતિઓ’ સામે લડવાનો છે.
ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમેરિકા લાંબા સમયથી વિશ્વનું પિગી બેંક બન્યું હતું. આજે, અમે ફરીથી નિયંત્રણ લઈ રહ્યા છીએ. આ આપણો સ્વતંત્રતા દિવસ છે - અયોગ્ય વેપાર કરારો, અમેરિકન માલપર ભારે ટેરિફ અને અમારા વ્યવસાયો અને કામદારોને નુકસાનપહોંચાડતી નીતિઓથી આઝાદીનો દિવસ.ટ્રમ્પ વહીવટીતંત્રનું આપગલું ચીન, યુરોપિયન યુનિયન, ભારત, જાપાન, મેક્સિકો અને કેનેડા જેવા મોટા વેપારી ભાગીદારોને અસર કરશે. આ ટેરિફની જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં હડકંપ મચ્યો છે અને ઘણા દેશોએ સંભવિત જવાબી કાર્યવાહીના સંકેત આપ્યા છે. તેનાથી નવા વૈશ્વિક ટ્રેડ વોરનો ભય વધ્યો છે.