જિનિવા,તા.૩
વિશ્વ બેંકે તમામ દેશોને લાંબાગાળાની વૃદ્ધિને પ્રોત્સાહન આપવા બૃહદ નીતિઓ અપનાવવા સૂચન કર્યું છે. સાથે જ કોરોના વાયરસના સંકટ વચ્ચે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવા ટૂંકા ગાળાના ઉપાયો પણ જરૂરી હોવાનું જણાવ્યું છે. એક તરફ ૨૦૨૦ના ચાલુ વર્ષમાં છ કરોડ લોકો અત્યંત ગરીબીમાં આવી જશે તેવા સંકેતો જણાઈ રહ્યા છે ત્યારે વિશ્વ બેંકનું આ નિવેદન સામે આવ્યું છે.
વિશ્વ બેંક સમૂહના અધ્યક્ષ ડેવિડ માલપાસે જણાવ્યું કે, જે ઝડપથી કોરોના મહામારી પ્રસરી અને તેના કારણે અર્થતંત્ર બંધ કરવામાં આવ્યા તેથી સમગ્ર વિશ્વના ગરીબોની હાલત કફોડી થઈ છે તે આધુનિક સમય માટે ખૂબ જ અસાધારણ Âસ્થતિ છે. તેમણે પોતાના પ્રમુખ રિપોર્ટના વિશ્લેષણનું અધ્યયન કરતી વખતે કોન્ફરન્સ કોલમાં જણાવ્યું કે, વર્તમાન અનુમાન પ્રમાણે ૨૦૨૦માં છ કરોડ લોકો ખૂબ જ ગરીબ બની જશે. જાકે, આ અનુમાનમાં વધારો થાય તેવી આશંકા છે.
અભ્યાસ પ્રમાણે કોરોના વાયરસ મહામારી અને અર્થવ્યવસ્થા બંધ હોવાથી વૈશ્વિક અર્થતંત્રને અને ખાસ કરીને ગરીબ દેશોને ભારે મોટો ઝાટકો લાગ્યો છે. આ સ્વાસ્થ્ય સંકટનો ખરાબ સમય વીત્યા બાદ હવે વિકાસશીલ દેશો અને આંતરરાષ્ટÙીય સમૂદાયે અર્થંતંત્રને ગતિમાન કરવા પગલાં ભરવા જાઈએ.
માલપાસે જણાવ્યું કે, આજે આપણે જે નીતિગત વિકલ્પ પસંદ કરવાનો છે તેમાં રોકાણને આકર્ષિત કરવા લોનમાં વધુ પારદર્શિતા, ડિજિટલ સંપર્ક માટે ઝડપથી આગળ વધવું અને ગરીબો માટે રોકડની સુરક્ષા જાળને વધુ વિસ્તરીત કરવી તેનો સમાવેશ થાય છે. તેનાથી આપણે નુકસાન ઘટાડી શકીશું અને અર્થતંત્રને મજબૂતાઈથી આગળ લાવી શકીશું.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ આખું કોરોના માહામારીને કારણે આર્થિક, માનસિક અને સામાજીક રીતે પાછળ પડતું જાય છે. તેવા સમયે વિશ્વના આર્થિક ઉત્થાન માટે વિશ્વ બેન્કે નવા સુઝાવ રજુ કર્યા છે તેનાથી દેશ અને વિદેશના નાના મોટા સંચાલકોના આર્થિક આયોજનમાં નવસંચાર થશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.