સુરત-
ગ્રામ્ય એસઓજી ટીમના માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે ૪૮ પર પસાર થઈ રહેલી સરકાર બસમાં એક મહિલા પ્રવાસી ગાંજાેનો જથ્થો લઈને બેઠી છે. જે ચોક્કસ બાતમીની આધારે સુરત પોલીસે બસનો પીછો કર્યો હતો અને પીપોદ્રા નજીક બસને ઉભી રાખીને બસમાં રહેલી મહિલા પ્રવાસીના થેલાની તપાસ કરી હતી. તપાસ કરતા સાત કિલો ગાંજાે મળી આવ્યો હતો. સુરત પોલીસે મહિલાની પૂછપરછ કરતા તેને ગાંજાે સુરતના કતારગામ વિસ્તારમાંથી ગણેશ નામના શખ્સ પાસેથી લાવી હોવાનું જણાવ્યું હતું. સુરત પોલીસે મહિલા પ્રવાસી પાસેથી ગાંજાે, મોબાઈલ, રોકડ મળી કુલ ૮૫ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને મહિલા વિરુદ્ધ નાર્કોટીક ધારા હેઠળ કાર્યવાહી કરી હતી.