વડોદરા, તા.૨૯
વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન નોર્થ ઝોન કમિટી દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન ભજન અને કીર્ત્ન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દશેરા પર્વે વ્રજધામ સંકુલ ખાતે પૂ.ગો.વ્રજરાજકુમારજી મહોદયના સાંનિધ્યમાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરની ભજન-કીર્તન સ્પર્ધામાં ૬૧૨ એન્ટ્રી મળી હતી અને ૫૩૫ સ્પર્ધકોએ વીડિયો સબમિટ કર્યા હતા. વડોદરામાં સંગીત ક્ષેત્રે આગવું નામ ધરાવતા નિર્ણાયકોની પેનલ દ્વારા વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા જેમના નામ વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન વડોદરાના ફેસબુક પેજ ઉપર મૂકવામાં આવ્યા હતા. તા.રપમી ઓકટોબર દશેરાના દિવસે પૂ.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના સાંનિધ્યમાં ઈનામ વિતરણ સમારોહ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે યોજાયો હતો જેમાં વીવાયઓ નોર્થ ઝોન કમિટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.