ખ્વાહીશોના આસમાનમાં વિહરે છે સ્વપ્નની પાંખોહકીકતના ઉજાસમાં ઝળહળશે જરૂર એ આંખો

લેખકઃ ભૂમિ જાેષી


આશવી આમથી તેમ આંટા મારી રહી હતી. શું કરવું શું ન કરવુંની કશ્મકશ તેના મનને ઝંઝોળી રહી હતી. પોતે લીધેલ ર્નિણય યોગ્ય તો છે ને? તે પોતાના જ વિચારોના અંતરયુદ્ધમાં ફસાઈ હતી. દિલ અને દિમાગના ચક્રવ્યૂહમાં પોતે લાચાર મહેસૂસ કરતી હતી.વારંવાર પોતાની નજર સિલબંધ કવર પર પડતી હતી.

કેટલીકવાર જીંદગી એવા વળાંક પર લાવીને ઊભા રાખી દે છે કે સમજી નથી શકાતુ કે આગળ જવું કે પછી જ્યાં છે ત્યાં જ ઉભા રહેવું. બે એવા મોડ હોય છે કે તેમાંથી કોઈ એક રાહ પકડવી ઘણી દુષ્કર બની જતી હોય છે.આશવી પણ જીંદગીના કોઈ એવા જ વળાંક પર હતી. એક બાજુ પોતાના સપના અને બીજી બાજુ રાહુલ સાથેની પોતાની અંગત જીંદગી!

પોતાનું રિઝલ્ટ જાેઈ આશવી ખુશીથી ઉછળી પડી હતી. પોતે જાેયેલ સ્વપ્નને પામવા તેણે પોતાની જાત નીચોવી દીધી હતી. એટલે જ છેલ્લા ત્રણ વર્ષથી પોતાની આગળ પાછળ ફરતા રાહુલને હજુ તેણે હમણાં છેક હા પાડી હતી. દૂરથી આવતા રાહુલને જાેઈ આશવી તેના તરફ દોડી અને તેના ગળે લાગતા બોલી,” ઓહ..રાહુલ! આઈ એમ સો હેપી. આજે મેં મારી પહેલી જીત હાંસિલ કરી. કદાચ આ જ આપણાં પ્રેમની પરીક્ષા હતી.”

“હા પરીક્ષા તો મારી હતી. તારી જીદે મિલનના કેટલાય પળને એમ જ વ્યતિત કરી દીધા. પણ હવે હું કશું નહી સાંભળું. તારાથી દૂર એક પળ પણ નહી. હવે બસ જલદી સગાઈ અને પછી તરત લગ્ન!” રાહુલે જરા નારાજગી વ્યક્ત કરતા કહ્યું.

“રાહુલ! ક્યારેક ક્યારેક તારા શબ્દો અને તારી મારા પ્રત્યેની ચાહત મનમાં કેટલાય સવાલો ઉભા કરે છે.”

“આશવી! આટલા વર્ષ તારો ઇંતજાર કર્યો તેનું શું? તું હજુ જાણતી જ નથી કે હું તને કેટલી હદ સુધી ચાહું છું.”

“એ જ તો રાહુલ! એ ચાહત જ...”

આશવી બોલવા જતી હતી પણ રાહુલની આંખોમાં પોતાના માટે લાગણી જાેઈ વાત અધુરી જ છોડી દીધી. આશવી અને રાહુલ કોલેજકાળથી એકબીજાના દોસ્ત હતા. ધીમેધીમે દોસ્તી પ્રેમમાં પરીણમી.પોતાનું ભણવાનું ન બગડે માટે ઘણો સમય આશવીએ રાહુલના પ્રેમનો સ્વીકાર નહોતો કર્યો. પરંતુ પોતે પણ રાહુલને ચાહતી હોવાથી આખરે એક દિવસ તેનું પ્રપોઝ સ્વીકારી લીધું.

ટૂંક સમયમાં બંનેની સગાઈ થવાની હતી. બંનેમાથી કોઈના ઘરનાને પણ આ સંબંધનો એતરાઝ નહતો એટલે બંને ખુશ હતા. આશવી પોતાની મંઝીલને પામવા પ્રયાસ કરવા લાગી. પોતે આઈ. ટી. ટોપ કર્યું હતું એક મલ્ટી નેશનલ કંપનીમાં જાેબ તેનું સ્વપ્ન હતું. એટલે જ જેટલા પણ પેપરમાં એડ આવે બધી જગ્યાએ પોતાનું રીઝયુમ મોકલતી. છેલ્લા છ મહિનામાં લગભગ પાંચેક અલગ અલગ કંપનીમાં ટ્રાય કરી ચૂકી હતી પણ ક્યાંયથી ઇન્ટરવ્યૂ માટે કોલ આવ્યો ન હતો.

હવે આશવીની ધીરજ છૂટતી જતી હતી.એકબાજુ રાહુલ પોતાની સાથે નવી જીંદગી શરૂ કરવા થનગનતો હતો તો બીજી તરફ આશવી પોતાના સ્વપ્નને પામવા કમર કસી રહી હતી. પરંતુ સતત નિરાશા હાથ લાગતાં તેણે બધું પડતું મુક્યુ અને રાહુલની ઈચ્છાને માન આપવા લાગી.

જેમજેમ પ્રેમનો ગ્રાફ ઊંચો જવા લાગ્યો તેમ તેમ આધિપત્ય એટલું વધવા લાગ્યું કે સમજદારી અને વિશ્વાસના આંકડાનો ગ્રાફ નીચે ને નીચે ઉતરતો ગયોે. કોલેજકાળ તો પ્રેમનો સુવર્ણકાળ બની સરકી ગયો પણ પછી પ્રેમની સાચી વાસ્તવિકતા ધીમે ધીમે પોતાનું પોત પ્રકાશવા લાગી.

કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં શંકા ના હોય. પોતાના પ્રિય પાત્રને આઝાદીના આસમાનમાં વિહરવાની પૂરી મોકળાશ હોય,પણ રાહુલ કદાચ આ વાતને સમજતો ન હતો. તેના માટે આશવી પ્રત્યેનો પ્રેમ ઝુનુન બનતો જતો હતો. આશવી કોઈની સાથે બોલે કે એકલી બહાર જાય તે વાત તેને બિલકુલ રાસ નહોતી આવતી. તે ઘણીવાર આ બાબતે ગૂંગળામણ અનુભવતી,પણ દર વખતે રાહુલના પ્રેમ સામે પોતાની ઇચ્છાઓને દબાવી દેતી.

તેણે બે દિવસ પહેલા પેપરમા જાેબ માટેની એક એડ જાેઈ. આ વખતે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું. પોતે એ જાેબ માટે કવોલીફાઇડ હતી. વર્ષોનું પોતાનું સપનું જાણે સળવળી ઊઠયું. તે જાણતી હતી રાહુલને પોતે નોકરી કરે તે બિલકુલ પસંદ ન હતું.આ વાતની ચોખવટ રાહુલે ઘણી વખત કરી હતી. અચાનક તેને કંઈક યાદ આવ્યું અને તેણે તરત જ પોતાની ગાડી રાહુલના ઘર તરફ દોડાવી.

***

એ અખબાર લઈ તે ઇન્ટરવ્યૂ માટે પહોંચી ગઈ. તેના ટેલેન્ટના લીધે તે સિલેક્ટ પણ થઈ ગઈ. તેના બોસે તેના હાથમાં કવર આપતા કહ્યું, “મીસ આશવી, તમે આવતીકાલથી જ આ જાેબ જાેઇન્ટ કરી શકો છો. આ રહ્યો તમારો અપોઈન્મેન્ટ લેટર!”

હાથમાં કવર લેતાં જ આશવીની આંખો છલકાઈ ગઈ. પોતાનું વર્ષો પુરાણું સ્વપ્ન પૂરું થયું. તેની ખુશી ક્યાંય સમાતી નહતી. તે કવર લઈ ઘરે આવી. પરંતુ સાંજ પડતા તેની અકળામણ વધવા લાગી. સાંજે રાહુલ મળવા આવવાનો હતો. પોતે વારંવાર ટેબલ પર પડેલ પેલા કવરને અને સાથે જ પડેલ અન્ય કવરના બંચને નીરખી રહી. ત્યાં જ રાહુલ આવ્યો.

“હાય આશવી! તું આજે રેડી નથી થઈ? રોજ તો કેટલી સુંદર તૈયાર થઈ દરવાજે મારી રાહ નિરખતી હોય ! આજે શું થયું?”

આશવી કેટલાય આંતરયુદ્ધ બાદ રાહુલને કહેવાની હિંમત ભેગી કરી બોલી,

“રાહુલ મે આજે એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યો.એન્ડ કેન યુ બિલિવ હું પાસ થઈ ગઈ! આ રહ્યો મારો અપોઈન્ટમેન્ટ લેટર.”

આશવીએ રાહુલને કવર ખોલી બતાવ્યું. રાહુલે કશું જાેયા વગર તાડુક્યો,”આશવી, મારે કશું નથી જાેવુ. તારે, મારા અને તારી નોકરી બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડશે.”

“વાહ રાહુલ વાહ! તને હું નોકરી કરું તે ઓછું ગમશે તે હું જાણતી હતી પણ તે માટે તું આટલી હદે જઈશ તે નહોતી જાણતી. એક તરફ મને સમય આપ્યો નોકરી શોધવા માટે અને બીજી તરફ મે મોકલેલ બધા રિઝયુમ પોસ્ટ કરવાના બહાને તે જપ્ત કરી લીધા!

હું જ મૂર્ખ હતી કે તને એ પોસ્ટ કરવા આપતી. મને હતું એવું કરવાથી ધીમેધીમે તને મારામાં વિશ્વાસ આવશે.” આશવીએ સવારે રાહુલના ઘરે શોધખોળ કરી મેળવેલ કવરનો બંચ રાહુલ પર ફેંક્યો. “હા તો શું કરતો? તારા પર નોકરીનું ભૂત સવાર હતું! હવે મારે તે કશું નથી સાંભળવું. હું તારા જવાબની રાહ જાેઈશ! મારાથી વિશેષ તારી કોઈ ઈચ્છા ન હોવી જાેઈએ. મને આ બધું બિલકુલ પસંદ નથી! તું નક્કી કરી લે હું અથવા નોકરી!”

આટલું બોલી આશવી સામે જાેયા વગર રાહુલ જતો રહ્યો. આશવીની આંખો છલકાઈ રહી,પણ તે જાેવાની તસલ્લી રાહુલે ન લીધી. આશવીએ એક ર્નિણય લીધો.રાહુલની જુનવાણી માનસિકતા અને તેના વિચારોમાંથી પોતાને મુક્ત કરવાનો!

તેણે જાેબનું કવર હાથમાં લઈ ચૂમ્યું અને રાહુલને ફોન કરી કહ્યું,”તારે સાંજ સુધી રાહ જાેવાની જરૂર નથી.મે મારા સપનાને પસંદ કર્યું છે. જેમાં તું ક્યાંય નથી!” આજે આશવી આવતીકાલ સવારની રાહ જાેતી પોતાની આઝાદીના આસમાનમાં વિહરવા લાગી. જ્યાં એક જીંદગી,એક નવી સવાર આશવીની રાહ જાેતી હતી!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution