જામનગર-
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સાગડીયા ગામે પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને પત્નીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે જાેડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે તારા પેટમાં મારૂ બાળક નથી તેમ કહી પતિ અવાર નવાર ત્રાસ આપતો હતો. જેથી કંટાળી જઈ પીડિતાએ આપઘાત કર્યો છે.
મૂળ એમ.પી.ના અને હાલ ધ્રોલ તાલુકાના સાગડીયા ગામે રહેતા ધુંધરાભાઈ જનીયાભાઈ ભુંડેએ જાેડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે ગત ૨૫ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ફરીયાદીની દિકરી જમનાબેન ગર્ભવતી હોય, ત્યારે તેમના પતિ નાનકભાઈએ તેમની ઉપર શંકા કરી મારકૂટ કરી તારા પેટમાં મારૂ છોકરું નથી, કોક બીજાનું છે તેમ કહી જમનાબેનને અવાર નવાર મારકૂટ કરી માનસિક શારિરીક દુઃખ ત્રાસ આપતો હતો.
વધુમાં ફરિયાદમા જણાવ્યું હતું કે વારંવાર માનસિક અને શારિરીક ત્રાસ આપી અમારી દીકરીને મરવા માટે મજબૂર કરી હતી. જેથી અમારી દીકરીએ આ પગલું ભર્યુ છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આરોપી પતિ નાનકભાઈ ઈડાભાઈ ભુરીયા સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.