બાઇડેનના શપથ ગ્રહણ પહેલા વ્હાઇટ હાઉસને બનાવવામાં આવ્યું અભેદ કિલ્લો

વોશ્ગિંટન-

નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ 20 જાન્યુઆરીએ શપથ લેનાર છે. વિધિ પહેલા જ સશસ્ત્ર લોકોની હિંસાના ડરને પગલે સપ્તાહના અંતમાં યુ.એસ.ની રાજધાનીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજધાની વોશિંગ્ટન ડીસીની સુરક્ષામાં 25 હજાર અમેરિકન સૈનિકોની તૈનાત કરવામાં આવી છે, જે અફઘાનિસ્તાન, સીરિયા અને ઇરાકમાં તૈનાત અમેરિકી સૈન્યની કુલ સંખ્યાના 5 ગણા છે.

છેલ્લા કેટલાક દિવસોથી, યુએસ સુરક્ષા એજન્સીઓને એવી માહિતી મળી રહી છે કે શપથ ગ્રહણ સમારોહ પહેલા હિંસા થઈ શકે છે. અહીં હજારો પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા એજન્સીઓના જવાનો તેમજ નેશનલ ગાર્ડના 25,000 થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. યુ.એસ. સંસદ ભવન કેપીટોલ, પેન્સિલવેનિયા એવન્યુ અને વ્હાઇટ હાઉસની આસપાસના વિશાળ વિસ્તારોને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

આ સ્થળોએ 8 ફૂટ ઉંચા બેરીકેટ લગાવવામાં આવ્યા છે. આખું શહેર હાઈએલર્ટ પર છે. વોશિંગ્ટન ડીસી એક અભેદ કિલ્લામાં પરીવર્તિત થઈ ગયો છે. આ સાથે જ રાજ્યોની સંસદ ભવનને પણ હાઈએલર્ટ કરી દેવામાં આવી છે. 6 જાન્યુઆરીએ યુ.એસ. સંસદ ભવન પર થયેલા ટોળાના હુમલાના પુનરાવર્તન અટકાવવા સુરક્ષા અધિકારીઓ સંપૂર્ણ રીતે એલર્ટ પર છે.

વોશિંગ્ટન ડીસીના મેયર મ્યુરિયલ બાઉઝરે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "પોલીસ વિભાગ ફેડરલ કાયદા અમલીકરણ ભાગીદારો અને યુએસ સૈન્ય સાથે મળીને કામ કરી રહ્યું છે." કોઈપણ હુમલાની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. ”એફબીઆઇએ તેના આંતરિક બુલેટિનમાં વોશિંગ્ટન ડીસી અને તમામ 50 રાજ્યોમાં સંસદ ભવનમાં હિંસાની આશંકા વ્યક્ત કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution