અમદાવાદ સરકાર ગામડાઓમાં વિકાસ થયો હોવાની જાેરશોરથી જાહેર કરી રહ્યું છે,ત્યારે જેમના માથે રાજ્યભરના ગામડાઓનો વિકાસ કરવાની જવાબદારી છે,તેવા ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની વેબ સાઈટ વર્ષોથી અપડેટ કરવામાં આવી નથી.જેને કારણે ગ્્રામ્ય વિસ્તારના વપરાશકર્તાઓને સચોટ અને અપડેટ જાણકારી પ્રાપ્ત થઈ શકતી નથી.જ્યારે કોઈપણ યોજના કે કામોમાં ઓન લાઈન ફરીયાદ કરવાથી વંચિત રહેતા હોવાની લાગણી ગ્રામ્ય વિસ્તારોમાં જાેવા મળી રહી છે. ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરી દ્વારા ગ્રામીણ લોકોના ઉત્કર્ષ માટે ગ્રામીણ ગરીબો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી શકાય તે માટે તાલીમો,સેમિનારો,નવતર કાર્યક્રમો અને કાર્યશાળાઓના આયોજન દ્વારા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ સાથે સંકળાયેલ કર્મયોગીઓ અને પદાધિકારીઓની સંવેદનશીલતા અને ક્ષમતાનો વિકાસ કરવાનો આશય રાખવામાં આવ્યો હતો.જેમાં સ્વચ્છ ભારત મિશન, મનરેગા ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો સહિત અનેક યોજનાઓમાં તાલીમો આપીને જે તે ગ્રામ વિકાસ અને પંચાયતી રાજના કર્મચારીઓને ગ્રામના વિકાસ માટે સજ્જ કરવાની જવાબદારી સોંપવામાં આવેલ છે.જાે કે જમીની સ્તરે આ કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ તેવા સવાલો ગ્રામ વિકાસ કમિશ્નરની વેબ સાઈટ જાેઈને ઉઠી રહ્યા છે. અનેક જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ થઈ રહેલા કામો જેવા કે સ્વચ્છ ભારત મિશન,મનરેગા,પ્રધાનમંત્રી આવાસ યોજના, કૃષિ સિંચાઈ,સાંસદ આદર્શ ગ્રામ યોજના સહિતની યોજનાઓમાં ગેરરીતિઓ થતી રહી હોવાની બુમો ઉઠતી રહી છે.ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની વેબ સાઈટ આઉટ ઓફ ડેટ હોવાને કારણે તમામ યોજનાઓ,અંદાજપંત્ર,એક્શન પ્લાન સહિત ઓન લાઈન ફરીયાદ જેવી સેવાઓનો લાભ સામાન્ય નાગરીકો લઈ શકતા નથી.ત્યારે આ બાબતે સત્વરે ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરી સાથે સાથે અમદાવાદ સહિત મોટાભાગની જિલ્લા પંચાયતો દ્વારા પણ પોતાની વેબ સાઈટ અપ ટુ ડેટ રાખે આવે તે ગ્રામીણ વિકાસ માટે આવશ્યક છે.
ઓન લાઈન ફરીયાદ ઃ તમારી ફરીયાદ યોગ્ય દિશામાં ???
અમદાવાદ ઃ ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની વેબ સાઈટ ઉપર કોઈપણ ગામના નાગરિકને જાે કોઈ ફરીયાદ હોય તો ઓન લાઈન ફરીયાદ કરી શકે તેવી વ્યવસ્થા મુકવામાં તો આવી છે.જાે કે ચાર વર્ષથી વેબ સાઈટ અપડેટ કરવામાં આવતી નથી,ત્યારે ઓન લાઈન ફરીયાદ યોગ્ય દિશામાં કેવી રીતે જઈ શકે તેવા સવાલો અસ્થાને નથી.ગ્રામીણ વિસ્તારના લોકો અને ગરીબોને મનરેગા,આવાસ અને એસ.બી.એમ.હેઠળ શૌચાલય યોજનાઓની ફરીયાદ સ્થાનિક જિલ્લા કક્ષાએ કોઈ સાંભળતુ નથી.
છેલ્લે ર૦૧૮-૧૯માં એક્શન પ્લાન પછી કોઈ એક્શન નહિ !
અમદાવાદ ગ્રામ વિકાસ કમિશ્નર કચેરી દ્વારા છેલ્લે ર૦૧૮-૧૯માં વિવિધ કામગીરી સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક્શન પ્લાન બનાવ્યો હતો.જાે કે ત્યારબાદ આ એક્શન પ્લાનની શું સ્થિતિ છે,તે બાબતની કોઈપણ જાણકારી વેબ સાઈટ ઉપર મુકવામાં આવી નથી.જ્યારે નવી કોઈ કામગીરી અંગે પણ જાણકારી આપવામાં આવી નથી.સ્વચ્છ ભારત મિશન હેઠળની કામગીરી અત્યારે ક્યા સ્ટેજમાં ચાલી રહી છે તે બાબતે પણ વપરાશકર્તા જાણી શકતા નથી.