એલન મસ્ક સહિત ટોપ ૧૦ બધા અમીરોની સંપત્તિ ઓછી થઈ



બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ અનુસાર, ટોપ ૧૦૦ લિસ્ટમાં શામેલ બધા ભારતીયોની નેટ વર્થ ઓછી થઈ છે. તેના ઉપરાંત ટોપ ૧૦માં શામેલ બધા લોકોની સંપત્તિ ઘટી છે.છેલ્લું એક અઠવાડિયુ શેર માર્કેટ માટે ખૂબ જ ખરાબ રહ્યું છે. દુનિયાભરના સ્ટોક એક્સચેન્જમાં કાડાકાનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવારે સેંસેક્સ અને નિફ્ટી પર પણ મોટો ઘટાડો થયો છે તેના કારણે દેશ અને દુનિયાના અમેરોની સંપત્તિને પણ ઝટકો લાગ્યો છે.બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ અનુસાર દુનિયાના ટોપ ૧૦ અમીરોની સંપત્તિમાં ઘટાડો સામે આવ્યો છે. તેની સાથે જ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિત ભારતના ઘણા ધનિકોની સેલેરી છેલ્લા અઠવાડિયામાં ઘટી છે.બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ અનુસાર લિસ્ટમાં ૧૧માં નંબર પર મુકેશ અંબાણી છે. તેમની નેટવર્થ હવે ૨.૧૪ અબજ ડોલરથી ઘટીને ૧૧૧ અબજ ડોલર રહી ગઈ છે. ગૌતમ અદાણી ૧૩માં સ્થાન પર છે. તેમની નેટવર્થ ૭૫.૭ કરોડ ડોલર ઘટીને ૯૯.૬ અબજ ડોલર રહી છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ અનુસાર આ સંપત્તિ શપૂર મિસ્ત્રી, શિવ નાદર, સાવિત્રી જિંદલ, દિલીપ સાંઘવી, અજીમ પ્રેમજી, રાધાકિશન દમાની, સુનીલ મિત્તલ, કુમાર મંગલમ બિડલા, સાયરસ પુનાવાલા અને લક્ષ્મી મિત્તલ પણ ટોપ ૧૦૦ અમીરોમાં શામેલ છે. આ બધાની સંપત્તિમાં ઘટાડો આવ્યો છે.બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ અનુસાર દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક છે. પરંતુ તેમની સંપત્તી ૧૩.૯ અબજ ડોલર ઘટીને ૨૩૭ અબજ ડોલર રહી ગઈ છે. બીજા નંબર પર હાજર જેફ બેજાેસની સંપત્તિ પણ ૬.૦૮ અબજ ડોલર ઓછી થઈને ૧૯૫ અબજ ડોલર પર આવી ગઈ છે.

ત્રીજું સ્થાન બર્નાર્ડ એર્નોલ્ડની પાસે છે. તેમની સંપત્તિ ૨.૩૦ અબજ ડોલર ઓછી થઈ છે. હવે તેમની નેટ વર્થ ૧૮૧ અબજ ડોલર રહી ગઈ છે. ચોથા સ્થાન પર હાજર માર્ક ઝુકરબર્ગની નેટ વર્થ ૫.૭૫ અબજ ડોલર ઘટીને ૧૭૮ અબજ ડોલર રહી ગઈ છે. પાંચમા સ્થાન પર બિલ ગેસ્ટ છે. જેમની સંપત્તિ ૧.૧૮ અબજ ડોલર ઘટીને ૧૫૭ અબજ ડોલર થઈ ગઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution