નર્મદા-
મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા જેનું પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. સોમવારે ઉપરવાસમાંથી 1.50 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.
રાજ્યના ખેડૂતોને સિંચાઈ અને પીવા માટે પાણી પહોંચાડવા માટે સરદાર સરોવર સક્ષમ છે. ડેમના દરવાજા લગાવતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે. નર્મદા બંધ સરોવરમાં 138.68 મીટર સુધી પાણી ભરી શકાય છે, એટલે આ વર્ષ ખૂબ સારું છે. કેમ કે, આ વર્ષે પાણીની તંગી જરાય નહીં પડે. જેના માટે નર્મદા ડેમ સક્ષમ થવા જઇ રહ્યો છે. જો કે, સરદાર સરોવર ડેમના દરવાજા 121.92 મીટર પર બેસાડવામાં આવ્યા છે. ત્યાર બાદ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઈ છે. જો આજે દરવાજા બેસાડવામાં ન આવ્યા હોત તો ડેમ ઓવરફ્લો હોત. જો કે, હાલ ડેમના દરવાજા પર 6 મીટર સુધી પાણી ભરાઈ ગયું છે. ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ સપાટીમાં છેલ્લા 4 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. જે સોમવારે નર્મદા ડેમની સપાટી 127.24 મીટર પર પહોંચી છે.