સાથરોટા ગ્રામ પંચાયતમાં આવેલા ગલાબપુરા ગામે સ્મશાનના અભાવે ગ્રામજનોનેે ભારે હાલાકી


 હાલોલ તાલુકાના સાથરોટા ગ્રામ પંચાયતમાં આવેલા ગલાબપુરા ગામે સ્મશાનના અભાવે ગ્રામજનો પારાવાર હાલાકીઓ ભોગી રહ્યા છે જેમાં માણસના જીવનમાં જીવતે જીવત તો શાંતિ તો નહીં જ પરંતુ મૃત્યુ બાદ પણ શાંતિ નહીં હોવાનું આજે ગલાબપુરા ગામે જાેવા મળ્યું હતું જેમાં ગલાબપુરા ગામે ૯ વર્ષે એક બાળકીનું મરણ થતાં તેની અંતિમ વિધિ માટે ગલાબપુરા ખાતે સ્મશાન યાત્રા યોજાઇ હતી જેમાં ડાઘુઓ બાળકીની નનામીને પોતાના કાંધે ઉઠાવી તેના અગ્નિસંસ્કાર માટે સ્મશાનના અભાવે ગામની બહાર જ્યાં દર વખતે અગ્નિસંસ્કાર કરાય છે ત્યાં કોતર પાસેની ખુલ્લી જગ્યાના ખેતરમાં લઈને જવા નીકળ્યા હતા પરંતુ ગત દિવસોમાં હાલોલ તાલુકા પંથકમાં સતત વરસેલા અનધરાધાર વરસાદને પગલે ગલાબપુરા ગામના તમામ રોડ રસ્તાઓ કાચા હોવાના કારણે કાદવ કિચડના સામ્રાજ્યથી ખદબદી ઉઠેલા હતા જે રોડ રસ્તાઓને મહામહામુસીબતે અરે હાલા કે ઉઠાવી ખદબદતા કાદવ કીચડ માંથી પસાર થઈ ડાઘુઓને મૃતક બાળકીની નનામી લઈ જવામાં ભારે તકલીફો અને મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ અગ્નિસંસ્કાર કરવાના સ્થળે પહોંચ્યા હતા જ્યાં પણ ભારે વરસાદની પગલે જે ખુલ્લી જગ્યામાં ગામ લોકોના અગ્નિસંસ્કારની ક્રિયા હાથ ધરાતી હતી ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું તે ખુલ્લી જગ્યામાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી હતી જેને લઈને પણ ડાઘુઓને ભારે તકલીફો ઉઠાવી પડી હતી અને મહામુસીબતે નવ વર્ષીય બાળકીના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા જેને લઈને ગલાબપુરા ગામે રહેતા લોકોએ લાગતા વળગતા તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ સાથરોટા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગલાબપુરા ગામે ૭૦ થી ૮૦ જેટલા મકાનો આવેલા છે જેમાં ૨૫૦ થી ૩૦૦ જેટલા લોકો વસવાટ કરે છે જેમાં આઝાદીના ૭૭ વર્ષ બાદ સ્મશાન માટે ઝંખતા ગલાબપુરાના ગ્રામજનો માટે માટે સ્મશાનની સુવિધા ઉપલબ્ધ નથી જેમાં દરેક માણસના મૃત્યુ બાદની છેલ્લી અંત્યંત જરૂરી એવી પાયાની સુવિધા ગણાતા સ્મશાનના અભાવે ગ્રામજનોને ભારે હાલાકીઓ ભોગવી પડી રહી છે જેમાં ગલાબપુરા ગામમાં સ્મશાન ન હોવાના કારણે દર વર્ષે ચોમાસામાં સતત વરસતા વરસાદ અને કાદવ કીચડથી ખદબદતા રોડ રસ્તા અને પાણીથી ભરાઈ રહેતા ખેતરોમાંથી પસાર થઈને જવું પડે છે તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરીને અને શિયાળાની કડકડતી ઠંડીનો સામનો કરીને તકલીફોનો સામનો કરીને ગલાબપુરા ગામના લોકોને સ્મશાનના નામે આવેલી ખુલ્લા કોતરવાળી જગ્યાના ખેતરમાં છત નાની ખુલ્લી જગ્યામાં અગ્નિસંસ્કાર કરવા જવું પડે છે જેને લઇને ગલાબપુરાના ગ્રામજનોને લઈને ભારે તકલીફો અને હાલાકીઓ ભોગવી રહ્યા છે જેમાં વર્ષોથી ગુલાબપુરા ગામના લોકો અવાર નવાર ગામમાં સ્મશાન બનાવી આપવા માટે સાથરોટા ગ્રામ પંચાયતના સ્થાનિક સરપંચ તલાટી સહિત તમામ લાગતા વળગતા તંત્રના તમામ લોકોને રજૂઆતો કરતા હોવા છતાં પરિણામ શૂન્ય આવે છે જેને લઈને હવેથી ગલાબપુરાના ગ્રામજનોની તકલીફો જાેઈ તાત્કાલિક અસરથી લાગતું વળગતું વહીવટી તંત્ર ગલાબપુરા ગામે સ્મશાન બનાવવાની કામગીરી કરે તેવી ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ કરાઈ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution