વિક્રાંત મેસી સકસેસફુલ સ્ટાર્સમાંથી એક છે, જેને ટીવીથી લઇને બોલિવૂડની સફર કરી છે. ક્યારેક ટીવી પર સાઇડ રોલ કરનારા વિક્રાંત મેસી પહેલાં ઓટીટી અને પછી બોલિવૂડમાં પગ મુક્યો હતો. લાસ્ટમાં વિક્રાંત મેસી ૧૨વીં ફેલ મુવીમાં શાનદાર પરફોર્મને કારણે ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મમાં એક્ટરની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ પડી હતી. આ સાથે લોકોએ ખૂબ વખાણ પણ કર્યાં હતા. પરંતુ આ વચ્ચે અભિનેતા કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. વિક્રાંત મેસીનો એક વીડિયો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં રોડીઝ હોસ્ટ રઘુ રામ એમની સાથે ઝઘડો કરતો જાેવા મળી રહ્યો છે. રઘુ રામ અને વિક્રાંત મેસીનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જાેયા પછી ફેન્સ હેરાન થઇ ગયા છે. આ સાથે ફેન્સ જાણવાં ઇચ્છે છે કે આખરે વાત શું છે? વીડિયોમાં વિક્રાંત મેસી એક સેટ પર નજરે પડી રહ્યાં છે. આ સાથે રઘુ રામ પણ જાેવા મળી રહ્યાં છે. લાગી રહ્યું છે કે બન્ને કોઇ શૂટની તૈયારીમાં છે. વીડિયોમાં વિક્રાંત મેસી કહે છે કે ‘યાર અર્જૂન, શું આવી જ બકવાસ કરતા રહેશો તો હું જઇ રહ્યો છો. આ સાંભળીને રઘુ ભડકી જાય છે અને કહે છે કે-દર વખતે તારું નહીં ચાલે. ચલ અહીંયાથી નીકળ. મારે જે બોલવું છે એ હું બોલીશ. ચલ ઘરે જા. જવાબમાં વિક્રાંત કહે છે કે, તુ તારી જાતને શું સમજે છે? આજે હું અહીંયા છુ અને ત્યારે તું પણ અહીંયા છે.