વડોદરા, તા.૨૫
વડોદરામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગના કર્મચારીઓની દારૂની મહેફિલનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે.આ વિડિયો શિયાબાગ વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો હોવાનુ કહેવાય છે.જાેકે, મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. તેમા દેખાતા કર્મચારીઓમાં તમામ પાલિકાના કર્મચારીઓ છે.કે અન્ય બહારના પણ છે.તે સ્પષ્ટ નથી જાેકે દારૂની આ મહેફીલ પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના કરાર આધારિત કર્મચારીઓ દારૂની પાર્ટી કરતાં હોવાનું વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યાનુ તેમજ આ વાઈરલ થયેલ વિડિયો ગત ફેબ્રુઆરી ૨૦૨૩ રાષ્ટ્રીય પ્રોગ્રામ પોલીઓનાં દીવસે બપોરના સમયે દારૂની મહેફિલ કરી હોવાનું કહેવાય છે.પરંતુ બીજી તરફ ફેબ્રુઆરી મહિનાનો વીડિયો હાલમાં વાયરલ થયો છે હવે આ વિડિયોને લઈ વાયરલ થતા વિવાદ સર્જાયો છે.વીડિયોમાં ૮ જેટલા શખ્સો દારૂની મહેફિલ કરતા હોવાનું દેખાય છે. દારૂની મહેફિલ કરનારા શું તમામ પાલિકાના કર્મચારી છ?ે કે બહારથી પણ લોકો આવ્યા હતા? આ કર્મચારીઓમાં કાયમી કર્મચારીઓ છે કે તમામ કરાર આધારિત છે. તેવી ચર્ચા હવે પાલિકા વર્તુળોમાં થઈ રહી છે. પાલિકાના બદામડી બાગ સ્થિત સિટી કંન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરના પરીસરમાં અસંખ્ય દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ત્યારે હવે પાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કથિત દારૂની મહેફિલનો વિડિયો વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે.