મલયાલમ સિનેમાથી તાજેતરમાં એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તાજેતરના સમાચારમાં જાણવા મળ્યું છે કે, દિગ્ગજ અભિનેતા અનિલ મુરલીનું અવસાન થઈ ગયું છે. ૫૬ વર્ષની ઉમરમાં અનિલ મુરલીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
રિપોર્ટ્સ મુજબ, અનિલ મુરલીની લિવરથી જોડાયેલ બીમારીનો સામનો કરી રહ્યા હતા. કોચિની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન અભિનેતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અભિનેતાના અવસાન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્ટાર્સ અને ચાહકો તેમને સતત સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અનિલે મલયાલમ ફિલ્મો સિવાય ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું અને સારી ઓળખાણ બનાવી હતી. અનિલ મુરલીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં લગભગ ૨૦૦ ફિલ્મોમાં કામ કર્યું હતું.