આણંદ, વિદ્યાનગર ખાતે બોલીવુડના રાજદીપ ચેટર્જીની મ્યુઝિક કોન્સર્ટમાં એસપીયુનિવર્સિટીના વીસી નિરંજન પટેલ અને રજિસ્ટ્રાર ભાઇલાલ પટેલ સહિત ડોકટરોને સંચાલકે સ્ટેજ પર બોલાવીને વિદ્યાર્થિનીઓ અને અધ્યાપકો સામે આંખ મારે વો લડકી આંખ મારે ગીત પર ડાન્સ કરાવતો વીડિયો વાયરલ થતા વિવાદે જાેર પકડ્યું છે. વિદ્યાનગર ખાતે બોલીવુડના રાજદીપ ચેટર્જીની મ્યુઝિક કોન્સર્ટ ૨૫મી માર્ચે યોજાઇ હતી. કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી કોન્સર્ટમાં બોલીવુડના ગાયક કલાકાર રાજદીપ ચેટર્જીએ વીસી સહિતના આગેવાનો સ્ટેજ પર બોલાવીને તેઓને એક સાથે ડાન્સ કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિતી હતા. ત્યારે ગાયક કલાકારે રાજદીપ ચેટર્જીની રજૂ કરેલા “આંખ મારે વો લડકી આંખ મારે” સોન્ગ પર વીસી નિરંજન પટેલ, રજિસ્ટ્રાર ભાઇલાલ પટેલ સહિત આગેવાનો ડાન્સ કરતાં સૌ વિદ્યાર્થી મુંઝાઇ ગયા હતા. જેને લઇને વિદ્યાનગર વિવાદ વકર્યો છે. એ તો વોર્મઅપ જેવું હતું જેમાં માત્ર હાથ ઉંચા નીંચા કર્યા હતા એસ.પી.યુનિવર્સિટીના વીસી નિરંજન પટેલ જણાવ્યું હતું કે, કલા સંગીત અને સાહિત્યના પ્રચાર માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ તો વોર્મઅપ જેવું હતું જેમાં ગાયક કલાકારે સ્ટેજ પર બોલાવીને હાથ ઉંચા નીંચા કરાવ્યાં હતા. અમે માત્ર હાથ ઉંચાનીંચા કરીને તાલી પાડીને ગાયકને પ્રોત્સાહન આપતાં હતા તેમાં ખોટુ શું છે.